આખા ગુજરાતને રડાવી ગઇ મોરબી દુર્ઘટના, સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં અત્યાર સુધી 132 મૃતદેહોને તેમના સ્વજનોને સોંપાતા હોસ્પિટલમાં ચારે બાજુ આક્રંદનું વાતાવરણ છવાઇ ગયું હતું. મોરબીના સ્મશાનમાં મૃતદેહોની લાંબી લાઇન જોવા મળી હતી. લોકો ભારે દુ:ખ સાથે પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપી રહ્યા છે. આ મુસીબતમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ની પીડિતો સાથે સંવેદના છે.અંતિમ વિધીની પ્રક્રિયા શરુ મોરબી શહેરમાં ભારે સન્નાટા સાથે ગમગિનીનો માહોલ àª
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં અત્યાર સુધી 132 મૃતદેહોને તેમના સ્વજનોને સોંપાતા હોસ્પિટલમાં ચારે બાજુ આક્રંદનું વાતાવરણ છવાઇ ગયું હતું. મોરબીના સ્મશાનમાં મૃતદેહોની લાંબી લાઇન જોવા મળી હતી. લોકો ભારે દુ:ખ સાથે પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપી રહ્યા છે. આ મુસીબતમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ની પીડિતો સાથે સંવેદના છે.
અંતિમ વિધીની પ્રક્રિયા શરુ
મોરબી શહેરમાં ભારે સન્નાટા સાથે ગમગિનીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં એક તરફ રોષ છે અને બીજી તરફ પોતાના સ્વજનોને ગુમાવ્યાનું દુ:ખ પણ છે. મોરબી હોસ્પિટલમાંથી સોમવારે સવારે સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વજનોએ અંતમ વિધીની પ્રક્રિયા શરુ કરી હતી.
સ્મશાનમાં મૃતદેહોની લાંબી લાઇન
આજે સવારથી જ મોરબીના સ્મશાનમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. મોરબીમાં સ્મશાનમાં હાલ અંતિમ વિધી કરાઇ રહી છે. પરિવારજનો ભારે દુ:ખ સાથે પોતાના સ્વજનને અંતમ વિદાય આપી રહ્યા છે. મોરબીમાં જ્યા જુઓ ત્યાં રોકકળ અને આક્રંદના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.
દુર્ઘટના ગુજરાતને રડાવી ગઇ
મોરબી દુર્ઘટના આખા ગુજરાતને ચોધાર આંસુએ રડાવી ગઇ છે. લોકો આ દુ:ખની આ ઘડીમાં એકમેકને સધિયારો આરી રહ્યા છે. આ મુસીબતમાં ગુજરાત ફર્સ્ટની પીડિતો સાથે સંવેદના છે.
હજું પણ બચાવ કાર્ય જારી
રવિવારે સાંજે મોરબીના મચ્છુ નદી પર બનાવાયેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 190 લોકોના મોત થયા છે. મોરબી પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઇ છે જેમાં અત્યાર સુધીમાં 132 મૃતદેહ પરિજનોને સોંપાયા છે. આખી રાત અને હાલ ત્રણેય સેના અને NDRF-SDRF દ્વારા બચાવ કામગીરી કરાઇ રહી છે. અત્યાર સુધીમાં 170 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Advertisement