Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂલતા પુલના મૃતક પરિજનોને સાંત્વના આપવાનું સુદ્ધાં ચૂકેલા જયસુખ પટેલ એ આગોતરા જામીન માંગ્યા !

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ ને અંદાજિત ત્રણ  મહિના જેવો સમય પૂર્ણ થવા આવ્યો હોય જેમાં અગાઉ નવ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ પણ આ કેસ ની મુખ્ય કડી કહી શકાય એવા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને આજ સુધી જયસુખ પટેલ ફરાર છે.9 આરોપી ઝડપાઈ ચુક્યા છેજવાબદારી લેવી તો ઠીક પરંતુ મૃતક પરિવારોને સાંત્વના પાઠવતું એક નિવેદન આપવાનું પણ મુનાસીબ સમજ્યું
ઝૂલતા પુલના મૃતક પરિજનોને સાંત્વના આપવાનું સુદ્ધાં ચૂકેલા જયસુખ પટેલ એ આગોતરા જામીન માંગ્યા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ ને અંદાજિત ત્રણ  મહિના જેવો સમય પૂર્ણ થવા આવ્યો હોય જેમાં અગાઉ નવ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ પણ આ કેસ ની મુખ્ય કડી કહી શકાય એવા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને આજ સુધી જયસુખ પટેલ ફરાર છે.
9 આરોપી ઝડપાઈ ચુક્યા છે
જવાબદારી લેવી તો ઠીક પરંતુ મૃતક પરિવારોને સાંત્વના પાઠવતું એક નિવેદન આપવાનું પણ મુનાસીબ સમજ્યું નથી ત્યારે મોરબી સેશન્સ કોર્ટમાં ઝૂલતા પુલ નો કેસ ચાલુ હોય જેમાં અત્યાર સુધી ઓરેવા ના બે મેનેજર તેમજ ટિકિટબારી પર બેસતા સ્ટાફ અને કોન્ટ્રાક્ટર તેમજ સિક્યુરિટી સ્ટાફ મળી કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તમામ આરોપીઓ હાલ જેલહવાલે છે.
જયેશ પટેલે આગોતરા જામીન માંગ્યા
જ્યારે આગામી તા. 28 જાન્યુઆરી સુધીમાં પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવાની હોય જેથી જયસુખ પટેલ ચાર્જશીટમાં સંભવિત આરોપી તરીકે હોય તો તેની ધરપકડ ન થાય તે માટે જયસુખ પટેલ દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે જે જામીન અરજીની આવતીકાલે મોરબી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ચાર્જશીટમાં જયસુખ પટેલ ને આરોપી તરીકે નામ ઉમેરાયું છે કે નહિ તે તો ચાર્જશીટ રજૂ થયા બાદ જ જાણવા મળશે.
સુઓ મોટોની સુનવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે
અત્રે ઉલ્લેખનિય છે કે ઝૂલતા પુલ કેસની સુઓ મોટોની સુનવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ છે જેમાં પણ રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકા પર શું શું પગલાં લેવાયા છે કે આગામી સમયમાં રાજ્યસરકાર નગરપાલિકાની જવાબદારી નક્કી કરી અને જરૂરી પગલાં લે તેવી ટકોર પણ કરવામાં આવી છે જ્યારે મોરબી નગરપાલિકાને સુપર સિડ કરવા બાબતે પણ રાજ્ય સરકાર તરફથી શો કોઝ્ નોટિસ આપવામાં આવી છે.
નગરપાલિકાના જવાબ પર સૌની નજર
મોરબી નગરપાલિકાને શા માટે સુપર સિડ ન કરવી તેના કારણો દર્શાવવા રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાને આગામી તા. 25 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યારે મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ માં પણ સોંપો પડી ગયો છે અને હવે નગરપાલિકા દ્વારા શું જવાબ રજૂ કરવામાં આવશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
મોરબી પુલ દુર્ઘટના
જણાવી દઈએ કે, 30 ઓક્ટોબર 2022ના દિવસ મોરબીમાં મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલ પર તંત્ર દ્વારા પુલની ક્ષમતા કરતા વધારે લોકોને જવા દેવામાં આવતા પુલ તુટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી અને તેમાં 130થી વધારે જીંદગી હોમાઈ ગઈ હતી. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો અને દિવાળીની રજાઓના લીધે આ પુલ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.