સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 104 મોડીફાઇડ બાઈકનું લોકાર્પણ, સુરતની જનતાને વધુ સલામતી પુરી પાડવાનો હેતુ
સુરતના અઠવાગેટ ખાતે યુનિક કાર્યક્રમ યોજાયો હતો,પોલીસ દ્વારા યોજાયેલા મોડીફાઇ બાઈકના લોકાર્પણમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરી જોવા મળી હતી,કાર્યક્રમમાં મહિલાઓ માટે , બાળકો માટે અને ખાસ કરીને શહેરના વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડીફાઇ બાઈકને લીલી ઝંડી આપીને 104 મોડીફાઇ બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 104 મોડીફાઇડ બાઈકનું લોàª
સુરતના અઠવાગેટ ખાતે યુનિક કાર્યક્રમ યોજાયો હતો,પોલીસ દ્વારા યોજાયેલા મોડીફાઇ બાઈકના લોકાર્પણમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરી જોવા મળી હતી,કાર્યક્રમમાં મહિલાઓ માટે , બાળકો માટે અને ખાસ કરીને શહેરના વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડીફાઇ બાઈકને લીલી ઝંડી આપીને 104 મોડીફાઇ બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
104 મોડીફાઇડ બાઈકનું લોકાર્પણ
સુરતના અઠવાગેટ ખાતે યુનિક કાર્યક્રમ યોજાયો હતો,પોલીસ દ્વારા યોજાયેલા મોડીફાઇ બાઈકના લોકાર્પણમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરી જોવા મળી હતી,કાર્યક્રમમાં મહિલાઓ માટે , બાળકો માટે અને ખાસ કરીને શહેરના વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડીફાઇ બાઈકને લીલી ઝંડી આપીને 104 મોડીફાઇડ બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મિશન સુરક્ષિત સુરત માટે 'મોડીફાઇડ બાઈક'
ગુનેગારોને પકડવા માટે ખુબજ ઉપયોગી નીવડશે જેવો વિશ્વાસ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં ધારા સભ્ય સંદીપ દેસાઈ,MLA સંગીતા પાટીલ અને ધારા સભ્ય મનું ફોગવા સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ દ્વારા મોડીફાઇ મોટર સાયકલ લોકાર્પણનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેરના પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ
સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હસ્તે સુરત પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી અલગ અલગ કામગીરી પર લખવામાં આવેલી બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. બુકના વિમોચન બાદ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહિલા બાળકો અને ખાસ કરીને શહેરના વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે મોડીફાઇ મોટર બાઈક રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
સુરતને વધુ સુરક્ષિત બનવવાના હેતુસર રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસે કમર કસી છે.તેવામાં સુરતમાં 104 મોડીફાઇ બાઈકનું લોકાર્પણ કરી 91 બાઈક અલગ અલગ પોલીસ સ્ટેશન માટે અને 13 જેટલી મોપેડ ટીમને આપવામાં આવી છે.
બ્લુ અને રેડ લાઇટ તેમજ સાયરનની સુવિધા
મોડીફાઇ બાઈકની ખાસિયતની વાત કરીએ તો આ મોડીફાઇ બાઈકમાં ખાસ પ્રકારની સિસ્ટમો લગાવવામાં આવી છે.એક કિલોમીટર દૂરથી પણ પોલીસની આ બાઈક ઓળખાઈ શકે એટલા માટે બ્લુ અને રેડ લાઈટ ફીટ કરવામાં આવી છે. આ ઉપરાંત સાયરનની સુવિધા પણ આ મોટર સાયકલમાં આપવામાં આવી છે અને પોલીસ કર્મીને જાહેર જનતાને જો કોઈ સૂચના આપવા માંગતા હોય તો લાઉડ સ્પીકરની વ્યવસ્થા પણ બાઈકમાં કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement