Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સત્તાના સંગ્રામમાં CMશ્રીનો દમદાર પ્રચાર, લોકો બોલ્યા, "આજે તો અમારા ભુપેન્દ્ર દાદા આવે છે"

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) હવે દુર નથી. ગુજરાતની ગાદી મેળવવા રાજકિય પાર્ટીઓ મેદાને લાગી છે. ગુજરાત ભાજપનો ગઢ છે અહીં ભાજપ એક રણનીતિ સાથે પ્રચાર કરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) પોતાના ઘાટલોડીયા મતવિસ્તારમાં ભવ્ય રોડ  શો કર્યો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને પોતાના ભુપેન્દ્ર દાદાનું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.ભવ્ય રોડ-શà
સત્તાના સંગ્રામમાં cmશ્રીનો દમદાર પ્રચાર  લોકો બોલ્યા   આજે તો અમારા ભુપેન્દ્ર દાદા આવે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) હવે દુર નથી. ગુજરાતની ગાદી મેળવવા રાજકિય પાર્ટીઓ મેદાને લાગી છે. ગુજરાત ભાજપનો ગઢ છે અહીં ભાજપ એક રણનીતિ સાથે પ્રચાર કરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) પોતાના ઘાટલોડીયા મતવિસ્તારમાં ભવ્ય રોડ  શો કર્યો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને પોતાના ભુપેન્દ્ર દાદાનું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.
ભવ્ય રોડ-શૉ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં (Ghatlodiya) મેમનગરથી લેડીતળાવ સુધીનો 13 કિમી લાંબો રોડ શો કર્યો જેમાં મોટી સંખ્યામાં ઘાટલોડિયામાં મતદારો ઉમટ્યા હતા.
ઠેર-ઠેર સ્વાગત થયું
મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા લોકો રોડ શોમાં ઠેર-ઠેર ફુલ અને કંકુ-ચોખા લઈને ઉભા હતા. નાગરિકોનું એટલું જ કહેવું હતું કે આ તો અમારા ભૂપેન્દ્ર દાદા છે. રોડ  શોમાં ભુપેન્દ્રભાઈને ખુબ  જનસમર્થન મળી રહ્યું છે.
હાઈપ્રોફાઈલ સીટ
ઘાટલોડિયા વિધાનસભા સીટ ગુજરાતની હાઈપ્રોફાઈલ વિધાનસભા સીટ છે. આ બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલની (Anandiben Patel) સીટ છે બાદમાં ભુપેન્દ્રભાઈ પટેલ આ સીટ પરથી ધારાસભ્ય બન્યા. આ બેઠક ભાજપની પરંપરાગત સીટ છે અને અહીં ભાજપને ભરપુર સમર્થન મળે છે.
જીતેગા ભુપેન્દ્રભાઈ
રોડ-શોમાં જોડાયેલી એક મહિલાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કમળ પર પંજો પડવા દેવાનો નથી અને સાવરણો સાફ થઈ જવાનો છે. જીતેગા ગુજરાત, જીતેગા મોદી (Narendra Modi) , જીતેગા ભુપેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.
ભાજપનું કાર્પેટ બોમ્બિંગ
એક તરફ ઘાટલોડિયામાં મુખ્યમંત્રીશ્રીનો રોડ શો ચાલી રહ્યો છે એ જ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો (J.P.Nadda) હિંમતનગરમાં રોડ-શો ચાલી રહ્યો હતો તો વળી આ જ સમયે ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવામાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) જનસભાને સંબોધિત કરતા હતા. આમ, ભાજપના કાર્પેટ બોમ્બિંગથી ગુજરાતમાં ભાજપ તરફી વાતાવરણ બન્યું છે અને કેસરિયા માહૌલ સર્જાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.