10 વર્ષીય યુવા મલ્લખંભ ખેલાડી શૌર્યજીતની રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે પસંદગી, વડાપ્રધાન પણ છે તેના જબરાફેન
નેશનલ ગેમ્સ 2022ના સૌથી યુવા મલ્લખંભ ખેલાડી ગુજરાતના 10 વર્ષીય શૌર્યજીત રણજીત કુમાર ખૈરેની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023 માટે પસંદગી કરવામાં આવી છે. વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આગામી 23મી જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારપ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બાળકો
નેશનલ ગેમ્સ 2022ના સૌથી યુવા મલ્લખંભ ખેલાડી ગુજરાતના 10 વર્ષીય શૌર્યજીત રણજીત કુમાર ખૈરેની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023 માટે પસંદગી કરવામાં આવી છે. વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આગામી 23મી જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બાળકોના ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને ઉત્સાહને સમ્માનવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) આપવામાં આવે છે. જેમાં પુરસ્કાર મેળવનારને મેડલ, ₹ 100,000નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
નેશનલ ગેમ્સમાં સૌને મંત્રમુગ્ધ કર્યાં
નેશનલ ગેમ્સની તૈયાર દરમિયાન પિતાનું નિધન થયું હોવા છતાં પણ નેશનલ ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરીને બૉન્ઝ મેડલ મેળવનાર અને મલ્લખંબની હરીફાઈમાં અદ્ભુત કવાયતોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. તેણે નેશનલ ગેમ્સમાં બૉન્ઝ મેડલ પણ જીત્યો હતો.
વડાપ્રધાન પણ તેના જબરાફેન થયાં
સૌથી નાની વયના મલખંબ ખેલાડી શૌર્યજીત રણજીત કુમાર ખૈરેના નીતનવા દાવપેચથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને બાળ રમતવીરને પ્રોત્સાહન પૂરું પાડતા વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે, ‘વૉટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ’.
શું છે મલ્લખંભ?
મલ્લખંભ એ બધી જ પ્રાચીન ભારતીય રમતોની જનેતા માનવામાં આવે છે જેમાં ખેલાડી એક થાંભલા (પોલ) પર પોતાની કળા અને શરીર શ્રોષ્ઠવનું પ્રદર્શન કરે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ મલ્લખંભને પ્રાચીન માર્શલ આર્ટનું એક સ્વરૂપણ પણ માનવામાં આવે છે. મલ્લખંભનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય મહાકાવ્યો જેવા કે રામાયણ અને પ્રાચીન ચંદ્રકેતુગઢ માટીના વાસણોમાં જોવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement