મહારાજ સાહેબ લાલચમાં આવી ગયા અને બહેનના લાખો રૂપિયા ગુમાવ્યા
શિષ્ય અથવા અનુયાયી સંત-મહાત્માના ચરણોમાં લાખો-કરોડો રૂપિયાની ભેટ ધરે તેવા અનેક કિસ્સાઓ તમે જોયા હશે અને સાંભળ્યા હશે. જો કે, અમદાવાદમાં એક જુદો જ કિસ્સો બન્યો છે. જેમાં એક ગઠીયાએ જૈન મહારાજ સાહેબ (Maharaj Saheb) સાથે પરિચય કેળવી રૂપિયા 15 લાખની છેતરપિંડી (Cheating) આચરી છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે FIR નોંધી આરોપી નીતિન પન્નાલાલ શાહની ધરપકડ કરી છે. નીતિન શાહની સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની સાàª
શિષ્ય અથવા અનુયાયી સંત-મહાત્માના ચરણોમાં લાખો-કરોડો રૂપિયાની ભેટ ધરે તેવા અનેક કિસ્સાઓ તમે જોયા હશે અને સાંભળ્યા હશે. જો કે, અમદાવાદમાં એક જુદો જ કિસ્સો બન્યો છે. જેમાં એક ગઠીયાએ જૈન મહારાજ સાહેબ (Maharaj Saheb) સાથે પરિચય કેળવી રૂપિયા 15 લાખની છેતરપિંડી (Cheating) આચરી છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે FIR નોંધી આરોપી નીતિન પન્નાલાલ શાહની ધરપકડ કરી છે. નીતિન શાહની સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની સાથે સાથે ફોન પર ધમકી આપવાની કલમ પણ લગાવવામાં આવી છે.
શું થઈ છે ફરિયાદ
ગાંધીનગર કોબા-રાયસણ પીડીપી રોડ પર રહેતા રમીલાબહેન હસમુખભાઈ પટેલે (ઉ.58) અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં ફરિયાદ નોંધાવી છે. રમીલાબહેનના નાના ભાઈ અજય હસમુખભાઈ પટેલે વર્ષો અગાઉ જૈન ધર્મમાં સન્યાસ લીધો અને ત્યારબાદ તેઓ પન્યાસ ઈન્દ્રજીત વિજય નામથી ઓળખાય છે. મહાવીરપુરમ કોબા ખાતે રહેતા પન્યાસ ઈન્દ્રજીત વિજયને અમદાવાદના ગુરૂકુળ રોડ નવનીત પ્રેસ (Navneet Press) ની પાછળ આવેલા જૈન મંદિરમાં સેવા કરવા માટે થોડાક વર્ષ અગાઉ નિયુક્ત કરાયા હતા. વર્ષ 2019માં મહારાજ સાહેબ પન્યાસ ઈન્દ્રજીત વિજયનો પરિચય નીતિન પન્નાલાલ શાહ (રહે. યોગેશ્વરનગર સોસાયટી, વાસણા, અમદાવાદ) સાથે થયો હતો. વાતચીતમાં નીતિન શાહે પોતે ફાયનાન્સનો ધંધો કરતો હોવાનું મહારાજ સાહેબને જણાવ્યું હતું. જેથી જૈન મુનિએ તેમના મોટા બહેનને પાછલી જિંદગીમાં આર્થિક મદદ મળતી રહે તે માટે નીતિન શાહ પાસે બચતની રકમ વ્યાજે મુકવા માટે ભલામણ કરી હતી. પન્યાસ ઈન્દ્રજીત વિજયે પોતાના બહેનને નીતિન શાહ પરિચિત હોવાનું કહેતા વર્ષ 2019માં રૂપિયા 25 લાખ વ્યાજે મુક્યા હતા.
2 ટકા વ્યાજ સાંભળી લાલચ જાગી
અમદાવાદના વાસણામાં રહેતો નીતિન શાહ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જૈન દેરાસર (Shree Shankheshwar Parshwanath Jain Temple) રત્નત્રયી આરાધના ભવન ખાતે દર્શન કરવાના બહાને જતો હતો. વર્ષ 2019માં નીતિન શાહ તબક્કાવાર રીતે આગળ વધી મહારાજ સાહેબ પન્યાસ ઈન્દ્રજીત વિજયની નજીક પહોંચી ગયો હતો. જૈન મુનિનો વિશ્વાસ કેળવી લીધા બાદ એક દિવસ વાતચીતમાં તે મોટાપાયે ધિરાણનો ધંધો (Finance Business) કરતો હોવાની તેમજ રોકાણકારોને મહિને 2 ટકા વળતર આપતો હોવાની વાત મૂકી હતી. બે ટકા વ્યાજ સાંભળીને જૈન મુનિ લાલચમાં આવી ગયા હતા અને તેમણે પોતાના બહેનને બચતના રૂપિયા વ્યાજે મુકવા માટે જૈન મંદિરમાં જ નીતિન શાહની મુલાકાત કરાવી આપી હતી.
25 લાખની સામે 10 લાખના ચેક આપ્યા
વર્ષ 2019માં રમીલાબહેનનો પરિચય મહારાજ સાહેબે નીતિન શાહ સાથે કરાવતા રૂપિયા 25 લાખ બેંક એકાઉન્ટમાંથી અપાયા હતા. જેની સામે નીતિન શાહે 10 લાખ રૂપિયાના અલગ અલગ કુલ ચાર ચેક ઓગસ્ટ-2020થી જાન્યુઆરી-2021 દરમિયાનની તારીખોના આપ્યા હતા. 50-50 હજારના બે ચેક, બીજા બે ચેક 4 લાખ અને 5 લાખ એમ કુલ 10 લાખ નીતિન શાહે ચૂકવી આપ્યા છે. જ્યારે બાકીના 15 લાખ રૂપિયા અને આજદીન સુધીનું વ્યાજ નીતિન શાહે ચૂકવ્યું નહીં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વારંવાર ઉઘરાણી બાદ નીતિન શાહે ફોન કરવો નહીં અને હવે ફોન કરશો તો પુરૂ કરી દઈશ તેમ કહી ફોન કાપી નાંખ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement