સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન, 1300 લોકોને 7 કરોડથી વધુની લોનનું વિતરણ
વ્યાજખોરોના દુષણ સામે રાજ્ય પોલીસે ઝુંબેશ રાજ્યમાં શરૂ કરી છે. ત્યારે સુરત રેન્જ પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે.અને આવા વ્યાજખોરોથી સાવચેત રહેવા માટે અને બેંકો મારફતે લોન લેવા માટે ગ્રામ્ય પોલીસે નવતર અભિગમ હવે શરૂ કર્યો છે.જેના ભાગરૂપે આજે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત જિલ્લના કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળા નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા પોલીસ વડà
વ્યાજખોરોના દુષણ સામે રાજ્ય પોલીસે ઝુંબેશ રાજ્યમાં શરૂ કરી છે. ત્યારે સુરત રેન્જ પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે.અને આવા વ્યાજખોરોથી સાવચેત રહેવા માટે અને બેંકો મારફતે લોન લેવા માટે ગ્રામ્ય પોલીસે નવતર અભિગમ હવે શરૂ કર્યો છે.જેના ભાગરૂપે આજે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત જિલ્લના કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળા નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને DYSP બી.કે.બનાર હાજર રહ્યા હતા,ડાયરી પર બેફામ પૈસા વસુલાત કરતા વ્યાજખોરોની જિલ્લામાં અનેક બુમરાણો ઉઠી છે.ત્યારે આવા વ્યાજખોરો થી બચવા માટે પોલીસ દ્વારા લોકોને ખાનગી બેંક મારફતે જ લોન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
કામરેજ ખાતે આયોજિત લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળા ના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર,સુરત ગ્રામ્ય DYSP બી.કે.વનાર તેમજ જિલ્લાના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને ૧૩૦૦થી વધુ લોન ધારકો ને વિવિધ બેંકો હેઠળ કુલ ૭ કરોડથી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું . સાથે આવનારા દિવસોમાં પણ જે તે વ્યક્તિઓને પૈસાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોની ચુંગલ માં નહીં સપડાઈને બેંકો મારફતે જ લોન લેવાનું મુનાસીબ સમજે એવી જાગૃતિ સભર અપીલ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો ઃ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement