વાહન હટાવવા જેવી નજીવી બાબતે હત્યા, ખંજરના ઘા મારી નિપજાવ્યું મોત
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બાઈક હટાવવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી અને તકરાર હત્યામાં પરિણમી ચૂકી છે ત્યારે આ બાબતે મેઘાણીનગર પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બે આરોપી ઓની ધરપકડ કરી લીધી છે.મેઘાણીનાગર વિસ્તારની ઘટના શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર વાસી ઉત્તરાયણના દિવસે સવારે એક યુવકને છરી ના ઘા ઝીકવામાં આવ્યા હોવાના બનાવના પગલà«
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બાઈક હટાવવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી અને તકરાર હત્યામાં પરિણમી ચૂકી છે ત્યારે આ બાબતે મેઘાણીનગર પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બે આરોપી ઓની ધરપકડ કરી લીધી છે.
મેઘાણીનાગર વિસ્તારની ઘટના
શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર વાસી ઉત્તરાયણના દિવસે સવારે એક યુવકને છરી ના ઘા ઝીકવામાં આવ્યા હોવાના બનાવના પગલે ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મેઘાણીનગર પોલીસે બે લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મૃતકના સંબંધીએ શું કહ્યું
મૃતકના સંબંધીએ શું કહ્યું આ અંગે મૃતક આત્મારામ પાટીલના સંબંધીએ જણાવ્યું હતું કે, 13મી જાન્યુઆરીના રોજ ચિરાગ પાટીલની માતાને લઈને હોસ્પિટલ જવાનું હોય, પરંતુ આરોપીઓએ પોતાનું વાહન રસ્તાની વચ્ચે ઊભું રાખ્યું હતું. તેઓને વાહન હટાવવાનું કહેતા તેઓ ન માન્યા હતા. જે બાદ 15મી જાન્યુઆરીએ સાંજના સમયે તેઓ અને ચિરાગ પાટીલ મેઘાણીનગર વિસ્તારમાં ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ આરોપીઓએ આવીને તેને ખંજરના ઘા મારીને મૃત્યુ નિપજાવ્યું હતું.
આરોપીઓ અને મૃતક વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો
આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PI વાય.જે. રાઠોડે જણાવ્યું હતું કે, વિસ્તારમાં બનેલી હત્યાની ગંભીરતાને લઈને પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડીને આરોપીઓને હસ્તગત કર્યા છે. આરોપીઓ અને મૃતક વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, તેમજ હત્યા પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
આપણ વાંચો- અમદાવાદ સિવિલ હોસ્પિટલને 75 લાખનું દાન, અમેરિકાથી આવેલા ભાઇએ સ્વર્ગસ્થ બહેનની છેલ્લી ઇચ્છા પૂર્ણ કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement