Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના કાલુપુરથી બાળકના અપહરણ કેસની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો

બાળ તસ્કરી જાણે કે પોલીસ માટે એક ચિંતાનો વિષય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક બાળ તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે. જો કે આરોપીઓ સુધી પહોચવામાં પોલીસ સફળ પણ થાય છે ત્યારે વધુ એક દંપતિને બાળક સાથે પકડવામાં પોલીસને સફળતા મળી છે. થાણેના દંપતિની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચએ ધરપકડ કરી છે.પોલીસે દંપત્તિને ઝડપ્યુંમૂળ થાણેના બિપીન ઉર્ફે બંટી શિરસાહ અને મોનિકા શિરસાહની બાળ તસ્ક
અમદાવાદના કાલુપુરથી બાળકના અપહરણ કેસની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો
Advertisement
બાળ તસ્કરી જાણે કે પોલીસ માટે એક ચિંતાનો વિષય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક બાળ તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે. જો કે આરોપીઓ સુધી પહોચવામાં પોલીસ સફળ પણ થાય છે ત્યારે વધુ એક દંપતિને બાળક સાથે પકડવામાં પોલીસને સફળતા મળી છે. થાણેના દંપતિની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચએ ધરપકડ કરી છે.
પોલીસે દંપત્તિને ઝડપ્યું
મૂળ થાણેના બિપીન ઉર્ફે બંટી શિરસાહ અને મોનિકા શિરસાહની બાળ તસ્કરીના ગુનામાં એસ.પી. રીંગ રોડ રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. દંપતી આરોપી પાસેથી પોલીસને પંદર દિવસનું બાળક પણ મળી આવ્યું છે. જે નવજાત બાળકના માતા પિતા કોણ છે તે અંગે જ્યારે પોલીસએ તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતાં.
2.10 લાખમાં બાળક ખરીદ્યું
પકડાયેલ દંપતિ આ બાળક હિંમતનગર પાસેથી રેશ્માભાઇ રાઠોડ નામની વ્યક્તિ મારફતે રૂપીયા 2.10 લાખમાં લાવ્યા હતાં. જે નવજાત બાળક હૈદરાબાદ ખાતે ઉમા બોમ્માડા નામની એજન્ટને વેચવા માટે જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ નવજાત બાળક હકીકતમાં કોનું છે, રેશ્માભાઇ પાસે આ બાળક કેવી રીતે પહોચ્યું તે અંગે તપાસ શરૂ કરીને મૂળ માતા પિતા સુધી પહોચવા માટે પોલીસએ તજવીજ શરૂ કરી છે. 
કોડવર્ડથી થાય છે ડીલ
પોલીસ તપાસમાં આ સિવાય પણ અન્ય ચોંકાવનારા ખુલાસા થયા છે. બાળ તસ્કરીનું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એજન્ટો બાળકી માટે ચોકલેટ અને બાળક માટે લોલીપોપ જેવા કોડવર્ડનો પણ ઉપયોગ કરતાં હતાં.
ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપી
આ દંપતિ છેલ્લા કેટલાક વર્ષથી બાળ તસ્કરી જેવા ગંભીર ગુના સાથે સંકળાયેલ હોવાથી આ સિવાય પણ અન્ય કોણ બાળકોની તસ્કરી કરીને ક્યાંય કોઇને વેચ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસએ તપાસ શરૂ કરી છે..આરોપીને આ બાળક ઉમા બોમ્માડાને આપવાથી રૂપીયા 5 લાખ મળવાના હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જ્યારે આરોપી બિપીન ઉર્ફે બંટી અગાઉ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતાં.
ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો ખુલશે
DCP ક્રાઈમે જણાવ્યું કે, આ બંને બાળક ખરીદીને હૈદરાબાદમાં 5 લાખમાં વેચવાના હતા. એજન્ટ રેશમાભાઈ રાઠોડ થકી તેમને આ બાળક મળ્યું હતું. આગળની પુછપરછ શરૂ છે. રેશમા રાઠોડની પુછપરછ કર્યાં બાદ વધુ વિગત જાણવા મળશે. હાલ 2 આરોપી ઝડપાયા છે. આગળની પુછપરછમાં બાળક કોનું છે ક્યાંથી લાવ્યો પૈસા કેવી રીતે આપ્યા બાળક ક્યાંથી લીધું તેની તપાસ શરૂ છે. આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ વિગત સામે આવશે. સબ એજન્ટની પુછપરછ થયાં બાદ ખુલાસા થશે. ગુજરાતમાં પેટા એજન્ટ છે. ઉમા મેઈન એજન્ટ કાળુપુર તપાસમાં પણ આ બંનેનો રોલ આવે છે. ઈન્ટ્રોગેશનમાં ખુલશે.
આરોપી અગાઉ બાળ તસ્કરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે
તેમણે જણાવ્યું કે, આ બંને આરોપી દંપત્તિ બાળ તસ્કરીના ગુનામાં અગાઉ પણ ઝડપાઈ ચુક્યા છે હાલ આ મામલે 2 આરોપી છે પણ વધુ આરોપી ઝડપાય તેવી શક્યતા. બાળ તસ્કરીનું મુંબઈ આંધ્રપ્રદેશ મેઈન સેન્ટર લાગે છે. મુખ્ય સુત્રધાર ઝડપાઈ ગયા બાદ બાળકના મુળ અને એન્ડ સુધી શું થતું તે હૈદરાબાદનો મેઈન એજન્ટ ઝડપાય પછી જ ચોક્કસ ખબર પડશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×