Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપની યાદીની રોચક માહિતી, મિથુન રાશિના જાતકોનો હાથ રહ્યો સૌથી ઉપર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી રહ્યો છે ત્યારે એક રસપ્રદ સમાચાર બહાર આવ્યા છે કે  ભાજપે (BJP) જાહેર કરેલા 182 ઉમેદવારો પૈકી મિથુન રાશિના સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  ભાજપે મિથુન રાશિના સૌથી વધુ 27 ઉમેદવારોને ટિકિટ આપી છે જ્યારે વૃશ્ચિક રાશિના સૌથી ઓછા 5 ઉમેદવારો છે. ભાજપે રાશિ પ્રમાણે ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેમાં રસપ્રદ માહિતી બહાર આવી છે. આ યાદીમાં
ભાજપની યાદીની રોચક માહિતી  મિથુન રાશિના જાતકોનો હાથ રહ્યો સૌથી ઉપર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી રહ્યો છે ત્યારે એક રસપ્રદ સમાચાર બહાર આવ્યા છે કે  ભાજપે (BJP) જાહેર કરેલા 182 ઉમેદવારો પૈકી મિથુન રાશિના સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  ભાજપે મિથુન રાશિના સૌથી વધુ 27 ઉમેદવારોને ટિકિટ આપી છે જ્યારે વૃશ્ચિક રાશિના સૌથી ઓછા 5 ઉમેદવારો છે. 
ભાજપે રાશિ પ્રમાણે ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેમાં રસપ્રદ માહિતી બહાર આવી છે. આ યાદીમાં કઇ રાશિના કેટલા ઉમેદવારોને ટિકિટ મળી છે તેની માહિતી છે.  યાદી જોતાં પહેલી નજરે લાગે કે ભાજપે ગ્રહો મુજબની તમામ 12 રાશિઓના જાતકોને ટિકિટ આપી છે. એક પણ રાશિ બાકી નથી કે તેના જાતકોને ટિકિટ ના મળી હોય. 

વડાપ્રધાનશ્રીની રાશિના 5ને ટિકિટ 
આ રાશિની યાદી પર નજર માંડીએ તો રોચક બાબત એ છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની રાશિ વૃશ્ચિક રાશિના ન અને ય અક્ષરના 5 ઉમેદવારોને ટિકિટ મળી છે. વડાપ્રધાનશ્રીની રાશિના 5 જાતકોને ટિકિટ મળી છે.  કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની મેષ રાશિના 18 ઉમેદવારોને ટિકિટ મળી છે જ્યારે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાની  મકર રાશિના 16 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.
સૌથી વધુ મિથુન રાશિના જાતકોને ટિકિટ 
સૌથી વધુ મિથન રાશિના જાતકોને 27 ટિકટ મળી છે એટલે કે ક, છ, ઘ અક્ષરના જાતકોને 27 ઉમેદવારોને ટિકિટ મળી છે. 

       રાશિ       અક્ષર          સંખ્યા
  • મિથુન--    ક, છ, ઘ         27
  •  કુંભ--   ગ, સ, શ, ષ       20
  • મેષ---    અ, લ, ઇ          18
  • તુલા---   ર, ત               18   
  • સિંહ---   મ, ટ              17
  • મકર---  ખ, જ              16
  • કન્યા--   પ, ઠ, ણ          15
  • વૃષભ--  બ, વ, ઉ          14
  • મીન---- દ, ચ, ઝ, થ       13
  • ધન----ભ, ધ, ફ, ઢ         12
  • કર્ક--    ડ, હ                   7
  • વૃશ્ચિક-- ન, ય                  5

રોચક માહિતી બહાર આવી
ભાજપે જાહેર કરેલી યાદી જોતાં બીજા નંબરે કુંભ રાશિના 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાનું જણાઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધન રાશિના 12 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મીન રાશિના 13 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. 
હવે જાણવું એ રસપ્રદ બનશે કે ચૂંટણીના પરિણામમાં કઇ રાશિનો હાથ ઉપર રહેશે એટલે કે કઇ રાશિના જાતકો જીતશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.