Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી નગરમાં ટોકન દરે વાળ કપાવવાની વ્યવસ્થા,અનેક લોકો લઇ રહ્યા છે સેવાનો લાભ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીમાં તમામ સ્વંયસેવકોની નાનામા નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે..આ હરિભક્તોના વાળ કપાવવા માટે અને દાઢી કરાવવા માટેની સેવા પણ નજીવા ટોકન દરે શરૂ કરવામાં આવી છે.  સ્વામિનારાયણ નગરમાં અવિરત પણે સેવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે... નગરના નિર્માણની શરૂઆતથી લઈ આજ સુધી નગરમાં
પ્રમુખ સ્વામી નગરમાં ટોકન દરે વાળ કપાવવાની વ્યવસ્થા અનેક લોકો લઇ રહ્યા છે સેવાનો લાભ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીમાં તમામ સ્વંયસેવકોની નાનામા નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે..આ હરિભક્તોના વાળ કપાવવા માટે અને દાઢી કરાવવા માટેની સેવા પણ નજીવા ટોકન દરે શરૂ કરવામાં આવી છે. 
 
સ્વામિનારાયણ નગરમાં અવિરત પણે સેવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે... નગરના નિર્માણની શરૂઆતથી લઈ આજ સુધી નગરમાં હજ્જારો સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવા કરી રહ્યા છે... ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી જોડાયેલા અને વ્યવસાયે વાળંદ એવા યુવાનો અને વયોવૃદ્ધો પણ અહીં વાળ કાપવાની અને દાઢી કરવાની સેવા આપી રહ્યા છે. 
રોજીંદી અહીં સેંકડોની સંખ્યામાં સ્વયંસેવકો પણ આવી વાળ કપાવે તથા દાઢી કરાવે છે... આમ તો આ સેવા પણ ફ્રી કરવાની હતી પરંતુ તેનો લોકો ગેરફાયદો ન ઉંચકે તે માટે તેને માત્ર ટોકન મની લઈને સેવા તરીકે આપવામાં આવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.