Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમસ્યા હલ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર, આ ગામે લીધો નિર્ણય

ખનિજ ચોરી અને દેશી દારૂના દુષણ સામે મહિલા સરપંચ આવ્યા મેદાનમાં, રાત્રિ સભા બોલાવીને ચૂંટણીમાં મતદાન ન કરવાની સરપંચની અપીલને સ્વીકારતા મતદાતાઓરાજકીય પક્ષોને ચૂંટણીની મીટીંગ કે સભા નહિ કરવા દેવાની ચીમકીગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેમ કેટલાક મતદારો પોતાની સમસ્યા હલ ના થતાં આખરે મતદાનનો બહિષ્કાર (boycott ) કરવાનું એલાન કરી રહ્યા છે. અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુ
સમસ્યા હલ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર  આ ગામે લીધો નિર્ણય
  • ખનિજ ચોરી અને દેશી દારૂના દુષણ સામે મહિલા સરપંચ આવ્યા મેદાનમાં, 
  • રાત્રિ સભા બોલાવીને ચૂંટણીમાં મતદાન ન કરવાની સરપંચની અપીલને સ્વીકારતા મતદાતાઓ
  • રાજકીય પક્ષોને ચૂંટણીની મીટીંગ કે સભા નહિ કરવા દેવાની ચીમકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેમ કેટલાક મતદારો પોતાની સમસ્યા હલ ના થતાં આખરે મતદાનનો બહિષ્કાર (boycott ) કરવાનું એલાન કરી રહ્યા છે. અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે ખનીજ ચોરી અને દેશી દારૂના દૂષણ સામે તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ માટે મહિલા સરપંચે રાત્રી સભા પણ બોલાવી હતી. 
જીરા ગામમાં યોજાઇ સભા
જીરા ગામે રાત્રિ સભામાં 500 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા. જીરા ગામના મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડિયા દ્વારા આગામી વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાયો હતો. જીરા ગામની નજીકથીજ પસાર થતી શેત્રુંજી નદીમાંથી થતી ખનીજ ચોરી અને  દેશી દારૂના દૂષણ સામે અઠવાડિયા પહેલા અમરેલી કલેકટર તથા અમરેલી એસપીને 350 વ્યક્તિઓએ લેખિત સહી સાથેનું આવેદનપત્ર આપવા છતાં ખનીજ ચોરી કે દેશી દારૂનું દુષણ બંધ ન થયું હતું જેથી રાત્રિ સભા બોલાવીને મહિલા સરપંચે એલાન કરી સમગ્ર ગામે સૂરમાં સૂર પૂરાવીને આગામી ચૂંટણી માં મતદાન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખનીજ ચોરી અને દેશી દારુનું દૂષણ
છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અને દેશી દારૂના દુષણએ માઝા મૂકી છે ત્યારે જીરા ગામનું યુવાધન દારૂના લતે ન ચડે અને જીરા ગામની શેત્રુંજી નદીમાંથી થતી ખનીજ ચોરી અટકે તે માટે જીરા ગામના સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાથી ગ્રામજનોએ આ નિર્ણય લીધો હતો.  
પક્ષોએ પણ ગામમાં સભા કરવી નહીં
કોઈપણ રાજકીય પક્ષોને ચૂંટણીની સભા જીરા ગામમાં ન કરવા દેવાની ચમકી પણ આપવામાં આવી હતી. ગામમાં ખનીજ ચોરી અને દેશી દારૂનું દુષણ બંધ થાય તો જ આગામી ચૂંટણીમાં મતદાન કરાશે તેવી ચીમકી જીરા ગામના મહિલા સરપંચ દક્ષાબેને ઉચ્ચારી હતી.

 ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.