હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ, છોટુ વસાવા ચૂંટણી નહી લડે તેવી વહેતી થયેલી અટકળોનો અંત
મારા વિરુદ્ધ ખોટા પ્રચારનો કાવતરું રચાયુછેલ્લી સાત ટર્મથી BTP સુપ્રીમો છોટુ વસાવાનું વર્ચસ્વશક્ય તમામ બેઠકો પર BTP ચૂંટણી લડશેભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર છેલ્લી સાત ટર્મથી BTP સુપ્રીમો છોટુ વસાવાનું વર્ચસ્વ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસના ગમે તેટલા ધમપછાડા છતાં આ બેઠક કબ્જે કરી શક્યા નથી. દરમિયાન આ વિધાનસભાની ચૂંટણીમાં BTP એ પોતાના 12 ઉમેદવારની યાદી જાહેર કરતા જ MLA છોટુ વસાવા ચૂ
- મારા વિરુદ્ધ ખોટા પ્રચારનો કાવતરું રચાયુ
- છેલ્લી સાત ટર્મથી BTP સુપ્રીમો છોટુ વસાવાનું વર્ચસ્વ
- શક્ય તમામ બેઠકો પર BTP ચૂંટણી લડશે
ભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર છેલ્લી સાત ટર્મથી BTP સુપ્રીમો છોટુ વસાવાનું વર્ચસ્વ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસના ગમે તેટલા ધમપછાડા છતાં આ બેઠક કબ્જે કરી શક્યા નથી. દરમિયાન આ વિધાનસભાની ચૂંટણીમાં BTP એ પોતાના 12 ઉમેદવારની યાદી જાહેર કરતા જ MLA છોટુ વસાવા ચૂંટણી નહિ લડેની વાતો વહેતી થઈ હતી.
હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ
આદિવાસી મસીહા છોટુ વસાવાએ આ અટકળોનો અંત આણ્યો છે. તેઓએ કહ્યું છે કે, હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ અને ચૂંટણી લડાવીશ. આદિવાસીઓને એમના હક આપી દેવાઈ તો કાલથી લડવાનું બંધ. અમે આદિવાસીઓના હક માટે ચુંટણી લડી રહ્યા છે. શક્ય હોય એટલી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
બીજી યાદી થશે જાહેર
બીજી તરફ BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ હજી આ પેહલી યાદી છે અને બીજી યાદી જાહેર કરવામાં આવશે. શક્ય તેટલી તમામ બેઠકો ઉપર BTP ચૂંટણી લડવાનું છે. 72 વર્ષીય ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવાએ જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ અને લડાવીશ તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો - નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ જોરદાર હોવો જોઈએ, આદિવાસીઓના આશિર્વાદ લઈ શરૂઆત થઈ રહી છે: વડાપ્રધાનશ્રી
Advertisement