Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેવી રીતે તૂટ્યો મોરબીનો બ્રિજ? જુઓ આ વિડીયોમાં

રાજ્યના મોરબી જિલ્લામાં રવિવારની સાંજે મચ્છુ નદી પર એક બ્રિજ તૂટી પડતાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ બ્રિજ કેવી રીતે તૂટ્યો તેનો વિડીયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. પુલ પર ક્ષમતા કરતા વધુ લોકો જોવા મળ્યારાજ્યના મોરબીમાં રવિવારે સાંજે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો, જ્યારે મોરબી કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો અને આ અકસ્માતમાં નદીમાàª
કેવી રીતે તૂટ્યો મોરબીનો બ્રિજ  જુઓ આ વિડીયોમાં
રાજ્યના મોરબી જિલ્લામાં રવિવારની સાંજે મચ્છુ નદી પર એક બ્રિજ તૂટી પડતાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ બ્રિજ કેવી રીતે તૂટ્યો તેનો વિડીયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. 
પુલ પર ક્ષમતા કરતા વધુ લોકો જોવા મળ્યા
રાજ્યના મોરબીમાં રવિવારે સાંજે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો, જ્યારે મોરબી કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો અને આ અકસ્માતમાં નદીમાં ડૂબી જવાથી 132 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. મોરબીની મચ્છુ નદીમાં આખી રાત રાહત અને બચાવ કામગીરી ચાલી હતી જે આજે પણ ચાલુ છે. અત્યારે પણ NDRF, SDRF, આર્મી, કોસ્ટ ગાર્ડના જવાનો નદીમાં લોકોને શોધવામાં લાગેલા છે. રાત્રે જ્યારે બ્રિજના તૂટેલા ભાગોને નદીમાંથી કાઢવામાં આવ્યા ત્યારે તેમાંથી ઘણા મૃતદેહો પણ મળી આવ્યા હતા, જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો. ગત સાંજે લગભગ 6.30 કલાકે આ 150 વર્ષ જૂના પુલ પર ક્ષમતા કરતા વધુ લોકો અચાનક ચડી જતાં આ અકસ્માત થયો હોવાનું હાલમાં કહેવાય છે. બ્રિજ પર લોકોનું દબાણ વધતાં સમગ્ર બ્રિજ મચ્છુ નદીમાં સમાઈ ગયો હતો. જ્યાં આ પુલ આવેલો છે તે નદી લગભગ 15 ફૂટ ઊંડી છે. વળી હવે આ ઘટના કેવી રીતે ઘટી તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 
કેવી રીતે આ ઘટી આ સમગ્ર દુર્ઘટના?
મોરબીમાં ગઇ કાલે ઘટેલી દુર્ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તે તમામ લોકો સ્તંબ્ધ થઇ ગયા છે. તાજેતરમાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેનો એક વિડીયો વાયરલ થયો છે. જે જોઇને સમજી શકાય છે કે, બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉભા હતા. ઘણા યુવાનો અહીં સેલ્ફી લઇ રહ્યા હતા અને આ દરમિયાન બ્રિજ ખૂબ જોર સાથે હલતો પણ જોવા મળી રહ્યો હતો. ખૂબ જ જોર સાથે હલી રહેલા બ્રિજ પર અચાનક જાણે પ્રેસર વધી ગયું હોય તેમ તે અચાનક જ તૂટી ગયો, અને આ બ્રિજ પર જેટલા પણ લોકો હતા તે તમામ બ્રિજ પર નીચે પડી જાય છે. બ્રિજ એટલી ઝડપથી તૂટ્યો કે કોઇ પોતાને સંભાળી પણ ન શક્યું. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે મોરબીમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અહીં તેમણે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન, રાહત-બચાવ કામગીરી, ઈજાગ્રસ્તોની સારવાર સહિતની તમામ બાબતોની જાણકારી લીધી હતી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
સિંગાપોરના હાઈ કમિશનરે દુઃખ વ્યક્ત કર્યું
ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગે મોરબી અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાને કારણે અનેક લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખ થયું છે. અમારા વિચારો અને મૃતકોના પરિવાર અને મિત્રો અને ઘાયલો પ્રત્યે ઊંડી સંવેદના. અમારું હૃદય ગુજરાતની જનતા સાથે છે.
ઘાયલોને હોસ્પિટલમાં કરાયા દાખલ
ઘટના એટલી ભયાનક હતી કે જેણે પણ આને પોતાની આંખે જોયું છે તે તમામ લોકોના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. નોંધનીય છે કે, મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ તૂટવાને કારણે અહીં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી, જ્યારે લોકો છઠની ઉજવણી કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કેબલ બ્રિજ પર સેંકડો લોકો હાજર હતા અને અચાનક આ બ્રિજ તૂટી પડ્યો. રાહત કાર્ય માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
Update...
Advertisement
Tags :
Advertisement

.