ગુજરાતમાં મૂશળધાર, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ, રાજ્યમાં ભારે વરસાદના પગલે 11 જળાશયો હાઈએલર્ટ
છેલ્લાં પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે. રાજ્યના 11 જળાશયો 90 ટકા કરતા વધુ છલકાઇ ગયાં છે. બીજ તરફ રાજ્યના 9 જળાશયોમાં 100 ટકા પાણી ભરાયા છે. જ્યારે 8 જળાશયોમાં 80-90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 186 જળાશયોમાં હજુ 70 ટકા કરતા ઓછું પાણી છે. ગુજરાતની જીવદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 44 ટકા પાણી ભરાયું છે. જ્યારે વણાંકબોરી ડેમમાં 88 ટકા પાણી ભરાયું છે. સાથે જ રાજકોટનો ભાદર 2 ડેમ 86
Advertisement
છેલ્લાં પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે. રાજ્યના 11 જળાશયો 90 ટકા કરતા વધુ છલકાઇ ગયાં છે. બીજ તરફ રાજ્યના 9 જળાશયોમાં 100 ટકા પાણી ભરાયા છે. જ્યારે 8 જળાશયોમાં 80-90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 186 જળાશયોમાં હજુ 70 ટકા કરતા ઓછું પાણી છે. ગુજરાતની જીવદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 44 ટકા પાણી ભરાયું છે. જ્યારે વણાંકબોરી ડેમમાં 88 ટકા પાણી ભરાયું છે. સાથે જ રાજકોટનો ભાદર 2 ડેમ 86 ટકા ભરાયોછે.
છેલ્લાં 24 કલાકમાં 124 તાલુકામાં વરસાદ
છોટાઉદેપુરમાં આભ ફાટયું હોય તેવો માહોલ છે. માત્ર 2 કલાકમાં જ અહીં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. બોડેલીમાં જળબંબાકારની સ્થિતિ છે. જ્યારે કવાંટમાં 4 ઈંચ,છોટા ઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જેતપુર પાવીમાં સરેરાશ 1 ઈંચ વરસાદ છે તો પંચમહાલના જાંબુઘોડામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના આહવામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના લીલાપોરમાં નદીના પાણી ભરાયા છે. અહીં ઔરંગા નદીમાં પૂર આવતા ગામમાં પાણી ઘુસ્યા હતાં જેના કારણે બે ગામોને જોડતો મુખ્ય માર્ગ પૂરના કારણે બંધ કરાયો છે. સાથે જ 300થી વધુ લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતર કરાયું. NDRFની ટીમ દ્વારા લોકોને સલામત ખસેડાયા છે. સાથે જ ઔરંગા નદીનો પુલ બનાવવા સ્થાનિકોની માગ પણ ઉઠી છે. નવસારી ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂરની પરિસ્થિતિ છે. બીલીમોરાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.અંબિકા નદીએ પોતાની ભયજનક 6 ફૂટની સપાટી વટાવી છે. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા પાણી ભરાયા છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસ્યો વરસાદ છે. હનુમાન ભાગડા ગામે કમર સુધી પાણી ભરાયા છે. નદી કિનારા પાસેના ગામમાં વધારે પાણી ભરાયા છે. લોકોએ સ્થાનિકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી છે. છોટાઉદેપુરમાં પણ મેઘરાજા મહેરબાન છે નસવાડી તાલુકામાં અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજ નો એપ્રોચ ધોવાયો છે. પલાસણી -કાળીડોલી વચ્ચે આવેલ પુલ ઉપરનો એપ્રોચ ધોવાતા અનેક ગામ સંપર્ક વિહોણા થયાં છે. અહીં પણ અશ્વિન નદી માં ઘોડાપૂરની સ્થિતિ છે. પશ્ચિમ , દક્ષિણ બાદ હવે પૂર્વ કચ્છમાં પણ ચોમાસું બેઠું છે. ભચાઉ અને રાપરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ કચ્છના નખત્રાણામાં વરસાદથી તળાવ ઓવરફ્લો છે, તો વિગોડી ગામનું તળાવ ઓવરફ્લો થતા લોકોએ નવા નીરના વધામણા કર્યા છે. કચ્છના માંડવીમાં વરસાદથી નદી-નાળા છલકાયાં છે.
ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ
સવારે 6થી સાંજ સુધીમાં સુધીમાં વરસાદની પરિસ્થિતિની વાત કરી તો ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 2 કલાકમાં સાડા છ ઈંચ વરસાદ છે. સોથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ છે તો છોટાઉદેપુરના ક્વાંટ 8 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના આહવામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
જાણો સવારે 6 થી 12 સુધી 70 તાલુકામાં મેઘવર્ષા, 59 તાલુકામાં મેઘરાજાએ પુરાવી હાજરી
ડાંગના વઘઈમાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદ
તાપીના ડોલવણમાં 6 કલાકમાં 5.5 ઈંચ વરસાદ
નર્મદાના સાગબારામાં 5 ઈંચ વરસાદ પડયો
છોટાઉદેપુરના બોડેલીમાં 6 કલાકમાં 4.5 ઈંચ વરસાદ
ડાંગના સુબીરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ
છોટા ઉદેપુરના કવાંટમાં 4 ઈંચ વરસાદ
પંચમહાલના જાંબુઘોડામાં 6 કલાકમાં 4 ઈંચ વરસાદ
નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ પડયો
નર્મદાના ડેડિયાપાડામાં 4 ઈંચ વરસાદ
સુરતના ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ
ભારે વરસાદની આગાહી
હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પણ પડી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, સાથે જ કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ખેડામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. ભરૂચ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.