Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમ પ્રકરણમાં હત્યા! વિધવા સાથે અફેર હોવાથી યુવાનની હત્યા કરી તળાવમાં ફેંકી દીધો, જાણો સમગ્ર મામલો

 Vadodara : વાઘોડિયા (Waghodia) તાલુકાના મઢેલી ગામની નવીનગરીમાં રહેતા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા 11 દિવસ પૂર્વે માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને લાશ તળાવમાં નાખી દીધી હતી.પોલીસ તંત્રએ તેના વારસદારોને સોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ મૃતકના કોઈ વારસદાર ન જણાયો હતા પોલીસ (Police) તંત્રએ તેની ઓળખાણ થાય તે પહેલા સરકારી રહે મુજબ તેને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. હ
પ્રેમ પ્રકરણમાં હત્યા  વિધવા સાથે અફેર હોવાથી યુવાનની હત્યા કરી તળાવમાં ફેંકી દીધો  જાણો સમગ્ર મામલો
 Vadodara : વાઘોડિયા (Waghodia) તાલુકાના મઢેલી ગામની નવીનગરીમાં રહેતા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા 11 દિવસ પૂર્વે માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને લાશ તળાવમાં નાખી દીધી હતી.પોલીસ તંત્રએ તેના વારસદારોને સોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ મૃતકના કોઈ વારસદાર ન જણાયો હતા પોલીસ (Police) તંત્રએ તેની ઓળખાણ થાય તે પહેલા સરકારી રહે મુજબ તેને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. 
હત્યાનું રહસ્ય અકબંધ
લાશને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના પરિવારજનો ન મળતા પોલીસે સરકારી રહે જ તેનો નિકાલ કરી દીધો હતો આ યુવાનની હત્યાનું રહસ્ય હાલ અકબંધ છે પરંતુ ગુનો કરનાર આરોપીઓને ધરપકડ કરવામાં આવે તો જ રહસ્ય બહાર આવે એ પહેલા જ તેની અંતિમ વિધિ સરકારે પૂર્ણ કરી દેવામાં આવી હતી.
પ્રેમ હોવાથી પત્ની તરીકે રાખતો હતો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વતની રમેશભાઈ ઉર્ફે ડિસ્કો કાલુભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ 35 છેલ્લા કેટલાક વર્ષોથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામમાં નવીનગરી સીમમાં વિધવા સ્ત્રી સાથે રહેતા હતા અને તેમજ છૂટક કડિયા કામની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો  આ વિધવા સ્ત્રીને બે સંતાન પણ હતા રમેશભાઈ ઉર્ફે ડિસ્કો રાઠોડિયા આ સ્ત્રીને પોતાની પત્ની તરીકે રાખતા હતા. 15 દિવસ પૂર્વે જ રમેશભાઈ ડિસ્કો રાઠોડિયા પોતાની પ્રેમિકાને લેવા માટે ગયા હતા પરંતુ તેઓ પરત ન આવતા મઢેલી ગામે તે રોકાઈ ગયો છે તેવું અનુમાન કર્યું પરંતુ મઢેલી ગામમાં રહેતા ટીનાભાઇ મુસલમાન નામના વ્યક્તિએ ફતેસિંહને એક કલર ફોટો બતાવ્યો ફોટો જોતા ફતેસિંહને ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોને લાસ્ટ હોવાની શંકા ગઈ હતી તેઓએ આ બાબતે તપાસ કરતાં માહિતી મળી કે 11 દિવસ પૂર્વે કાશીપુરા ગામના તળાવના કિનારે થી આ લાશ મળી આવી હતી અને તેને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસોએ તેના ઉપર કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી
હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી
ફતેસિંહ એ પોતાનો ભત્રીજો ઉર્ફે ડિસ્કો કાશીપુરાની વિધવા બે સંતાન ની માતા સાથે પ્રેમ હતો અને તે ભત્રીજો પંદર દિવસ પહેલા જ તેની પ્રેમિકાને લેવા માટે ગયો હતો પરંતુ તે પરત ન આવતા તેને જાણ થઈ હતી કે તેના ભત્રીજાની લાશ કોઈ તળાવમાં નાખી દેવામાં આવી છે જેથી તેને આ અંગે ગુણો દાખલ કર્યો પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરી આ હથિયારા ની શોધખોળ માટે આ ચક્રો ગતિમાન કરી દીધા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.