Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિરમગામમાં મતદાનના એક દિવસ પૂર્વે જ હાર્દિક પટેલનો વિરોધ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022)બીજા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો(Hardik Patel) ખુલ્લેઆમ વિરોધ વિરમગામમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. ટિકિટ માટે સ
વિરમગામમાં મતદાનના એક દિવસ પૂર્વે જ હાર્દિક પટેલનો વિરોધ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022)બીજા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો(Hardik Patel) ખુલ્લેઆમ વિરોધ વિરમગામમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, હાર્દિક જાય છે, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવાં અલગ અલગ સૂત્રો લગાવેલાં બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે.
પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ
પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરો એવા હાર્દિક પટેલ કોંગ્રેસ માંથી ભાજપમાં બેસીને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી લડી રહેલા છે ત્યારે PASSઆંદોલન દરમ્યાન પાટીદાર સમાજ પર ભાજપ દ્વારા માતા બહેનો ઉપર અત્યાચારો કરવામાં આવેલ તેમજ ગોળીબારમાં 14 યુવાનો નો મોત થયા અને અનેક પાટીદાર યુવાનો પર ખોટા કેશો કર્યા હોવાથી pass તેમજ પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી પામ્યો છે 
પાટીદાર સમાજમાં હાર્દિકનો વિરોધ
જેથી PASS મુખ્ય ચહેરો રહેલા હાર્દિક પટેલ ભાજપમાં પોતાની મહત્વકાંક્ષા અર્થે ભાજપ નો હાથ મિલાવી લેતા pass સહિત પાટીદાર સમાજમાં હાર્દિકનો વિરોધ દર્શાવી રહ્યા છે સમાજ સાથે ગદ્દારી કરી હોઈ તેવું જણાવી રહ્યા છે જેથી વિરમગામ માં યોજાઇ રહેલી ચૂંટણીમાં હાર્દિક પટેલ ને હરાવવા માટે PASS કાર્યકરો વિરમગામ મત વિસ્તારમાં હાર્દિક વિરોધમાં છેલ્લા 3 દિવસ થી સક્રિય બન્યા છે અને શનિવાર રાત્રિમાં વિરમગામ મત વિસ્તારમાં ઠેર ઠેર હાર્દિક વિરોધના બેનરો જાહેરમાં શહીદોને ન્યાય નહિ ત્યાં સુધી મત નહિ એવા અન્ય બેનરો જાહેર લગાવવા માં આવ્યા વિરમગામ મત વિસ્તારમાં ભારે રાજકીય ગરમાવો જવા પામ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×