Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્ષ 2023માં નવા બાયપાસ રોડની ગિફ્ટ, રિંગરોડ ફેઝ-૩ અને 4તૈયાર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની પ્રગતિશીલ સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે તત્પરતાથી કામ કરી રહી છે. વિકાસની અવિરત યાત્રા જારી રાખતાં રાજકોટની ફરતે રિંગરોડ-૨ આકાર પામી રહ્યો છે. જેના ફેઝ-૩ અને ફેઝ-૪ તૈયાર થઈ ગયા છે અને નવા વર્ષમાં રિંગરોડના આ બંને તબક્કાની રાજકોટ જિલ્લાને ભેટ મળશે. જાન્યુઆરી ૨૦૨૩માં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલ
વર્ષ 2023માં નવા બાયપાસ રોડની ગિફ્ટ  રિંગરોડ ફેઝ ૩ અને 4તૈયાર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની પ્રગતિશીલ સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે તત્પરતાથી કામ કરી રહી છે. વિકાસની અવિરત યાત્રા જારી રાખતાં રાજકોટની ફરતે રિંગરોડ-૨ આકાર પામી રહ્યો છે. જેના ફેઝ-૩ અને ફેઝ-૪ તૈયાર થઈ ગયા છે અને નવા વર્ષમાં રિંગરોડના આ બંને તબક્કાની રાજકોટ જિલ્લાને ભેટ મળશે. જાન્યુઆરી ૨૦૨૩માં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) દ્વારા આ બંને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફેઝ-૩માં ગોંડલ રોડથી સીધા ભાવનગર રોડને જોડતો ૧૦.૫૦ કિલોમીટરનો રોડ રૂ.૩૫.૯૩ કરોડના ખર્ચે બનાવાયો છે. કુલ પાંચ હાઈલેવલ બ્રિજ સાથે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 
જ્યારે ફેઝ-૪માં ભાવનગરથી અમદાવાદ રોડને જોડતો ૧૦.૩૦ કિલોમીટરનો રોડ રૂ. ૩૧.૩૧ કરોડના ખર્ચે બન્યો છે. બે હાઇલેવલ બ્રિજ સાથે આ રોડની કામગીરી પૂર્ણ થયેલી છે. રૂડાના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી મુકેશ સોઢાએ જણાવ્યું હતું કે, રૂડાના સી.ઈ.ઓ. શ્રી રાજેશકુમાર ઠુંમરના નિરીક્ષણમાં આ બંને રોડની કામગીરી પૂર્ણ થયેલી છે અને સંભવતઃ જાન્યુઆરી મહિનામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બંને રોડની સંયુક્ત લંબાઈ આશરે ૨૧ કિલોમીટર જેટલી થાય છે. આ રોડ શરૂ થવાની ગોંડલ રોડથી સીધા માલિયાસણ ગામ પાસે અમદાવાદ રોડ પર નીકળી શકાશે. જે વાહનચાલકો ગોંડલ તરફથી આવે છે અને અમદાવાદ કે ભાવનગર જવા માગે છે, તેમને સિટીમાંથી પસાર નહીં થવું પડે. તેમના માટે ૧૦ થી ૧૫ કિલોમીટર જેટલું અંતર ઘટી જશે. આથી ગોંડલ ચોકડી તેમજ શહેરમાં ટ્રાફિક ઘટશે તેમજ બાયસપાસથી જનારા વાહનચાલકોને પણ ઓછા ટ્રાફિકનો સામનો કરવો પડશે. અમદાવાદ કે પોરબંદર તરફથી આવતા અને ગોંડલ તરફ જવા માગતા વાહનચાલકોને પણ ફાયદો થશે. 
આમ આ બંને રોડ શરૂ થવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે  અને બાયપાસથી પસાર થનારા વાહનચાલકોને પણ ટ્રાફિક નહીં નડે તેમજ અંતર ઘટવાથી પેટ્રોલની બચત થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.