વ્યાજબી ભાવની દુકાને મળશે ગેસ સિલીન્ડર જાણો કયા!!!
આંતરયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકો ને તમામ પ્રકારની સૂખ સુવિધાઓ મડી રહે અને તેમનું પણ જીવન ધોરણ ઊંચું આવે તેમાટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અવનવી યોજનાઓ અમલમાં મુકી છે તેમ છતાં ગ્રામ્ય સ્તરે નાગરિકોને અમુક યોજનાઓ નો લાભ લેવામાં ઘણી વખત તકલીફ પડી રહી હોવાની ફરિયાદો પણ ઉઠતી રહેતી હોય છે ત્યારે આવીજ એક યોજના અંતર્ગત ગ્રામ્ય સ્તરે ઘરેલુ રધણ ગેસ ના વપરાશ કરતા પરિવારો નà«
આંતરયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકો ને તમામ પ્રકારની સૂખ સુવિધાઓ મડી રહે અને તેમનું પણ જીવન ધોરણ ઊંચું આવે તેમાટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અવનવી યોજનાઓ અમલમાં મુકી છે તેમ છતાં ગ્રામ્ય સ્તરે નાગરિકોને અમુક યોજનાઓ નો લાભ લેવામાં ઘણી વખત તકલીફ પડી રહી હોવાની ફરિયાદો પણ ઉઠતી રહેતી હોય છે ત્યારે આવીજ એક યોજના અંતર્ગત ગ્રામ્ય સ્તરે ઘરેલુ રધણ ગેસ ના વપરાશ કરતા પરિવારો ની સંખ્યા માં વધારો કરવા અને ચૂલા અને કેરોસીનના ઉપયોગથી મહિલાઓના સ્વસ્થ સામે ઊભા થતાં જોખમ ને ઘટાડવા માટે સરકારે ઉજવલા યોજના અંતર્ગત ઘરે ઘરે ગેસ જોડાણ તો આપ્યા છે પરંતુ ગ્રામ્ય સ્તરે એજન્સી અને બોટલ ખરીદવાની સુવિધા ના સમાધાન લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા પહેલ
સમગ્ર દેશના લોકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક નવતર પહેલ હાથ ધરીને છેવડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ગામડામાં વસતા પ્રત્યેક પરીવારોને તેમના ગામમાં જ ગેસ સિલિન્ડરની સુવિધા મળી રહે તેવા પ્રધાનમંત્રીના ધ્યેયને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે આગામી સમયમાં જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો પરથી ૫ કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ થશે.
MoU થયાં
આ નવતર પહેલની જાણકારી આપતા જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, ગામડાના લોકોને સમયસર ગેસ સિલિન્ડર મળી રહે તેવા આશયથી આણંદ જિલ્લામાં પ્રારંભિક ધોરણે તારાપુર ખાતે આવેલી વ્યાજબી ભાવની ૨ દુકાનો પરથી 5 કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવશે, જેની પ્રત્યેક સિલિન્ડરની કિંમત રૂ. 390 નક્કી કરવામાં આવી છે. આ માટે વ્યાજબી ભાવની આ બન્ને દુકાનોના સંચાલકો અને ગેસ એજન્સીઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર દ્વારા નવતર અભિગમ
આગામી સમયમાં જિલ્લામાં વધુ વ્યાજબી ભાવની દુકાનો સાથે MoU કરવામાં આવશે. જેના કરણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને તેમના ગામમાંથી જ ગેસ સિલિન્ડર મળી રહેશે. મહત્ત્વનું છે કે નાની સાઈઝના 5 કિલો ગેસ સિલિન્ડર ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજબી ભાવની દુકાન પર ઉપલબ્ધ થવા થી નાગરીકો ને વિષેશ સવલત મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement