ગાંધીધામનું રામલીલા મેદાન બન્યું કચરાનું કાયમી સ્થાન
કચ્છના ગાંધીધામ (Gandhidham)ના રામલીલા મેદાનમાં કચરાનો સંગ્રહ કરવાનો કામચલાઉ રસ્તો હવે કાયમી સ્થાન બની જતા લોકો ત્રાહિમામ પોકારી રહયા છે.નગરપાલિકાના વહીવટમાં ભાજપના શાસકોની બેદરકારીને પગલે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહયા છે આ સ્થિતીમાં હજુ સુધરાઈ આ સમસ્યાનો સમાધાન શોધવામાં જ લાગી છે. બીજીતરફ દૈનિક કચરાનો સંગ્રહ સમસ્યાને વધુને વધુ વિકરાળ બનાવી રહયો છે. સમગ્ર શહેરનો à
કચ્છના ગાંધીધામ (Gandhidham)ના રામલીલા મેદાનમાં કચરાનો સંગ્રહ કરવાનો કામચલાઉ રસ્તો હવે કાયમી સ્થાન બની જતા લોકો ત્રાહિમામ પોકારી રહયા છે.નગરપાલિકાના વહીવટમાં ભાજપના શાસકોની બેદરકારીને પગલે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહયા છે આ સ્થિતીમાં હજુ સુધરાઈ આ સમસ્યાનો સમાધાન શોધવામાં જ લાગી છે. બીજીતરફ દૈનિક કચરાનો સંગ્રહ સમસ્યાને વધુને વધુ વિકરાળ બનાવી રહયો છે.
સમગ્ર શહેરનો કચરો એકત્ર કરાઈ રહયો છે.
ગાંધીધામની મધ્યમાં આવેલું રામલીલા મેદાન આજના પાલિકાના શાસકોથી છુટકારો માંગી રહયું છે. એક સમયે જયાં રામલીલા થતી. જયાં સત સભાઓ અને ધાર્મિક કાર્યક્રમ થતાં હતા તે મેદાનમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી સમગ્ર શહેરનો કચરો એકત્ર કરાઈ રહયો છે. નગરપાલિકા માટે શિણાઈ ડમ્પીંગ સ્ટેશન રદ કરાયા પછી અંજારના વાડા ગામ પાસે આ ડમ્પિંગ સ્ટેશન બનાવાયું છે. પણ કચરો એકત્ર કરવા અને શિફિટંગ સ્ટેશનના નામ પર મેદાનમાં સેમિગ્રેશન પ્લાન્ટ શરૂ કરી દેવાયું હતું. હવે આ સંગ્રહમાં સતત આગ લાગી રહી છે. શેડમાંથી કચરો ખુલ્લા મેદાનમાં રખાયો છે.
ખુલ્લો કચરો અને તેની ગંધથી લોકો ત્રાહિમામ પોકારી રહયા છે
મેદાનની ઘોર ખોદાઈ ગઈ ત્યાં સુધી સમસ્યા વિકરાળ નહોતી બની પણ હવે જયાં ગાંધીધામના ન્યાયાધિસ આવાસ આવેલા છે. જયાં સિનેપ્લેકસ છે. જયાં જીએસટી કચેરી છે. અને ફલાયઓવરના કામને પગલે સતત ટ્રાફિક આ રસ્તેથી પસાર થઈ રહયું છે ત્યારે ખુલ્લો કચરો અને તેની ગંધથી લોકો ત્રાહિમામ પોકારી રહયા છે.
કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસના નગરસેવક સમીપ જોશીએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યુ હતું કે નગરપાલિકાના કરોડોના ખર્ચ પછી પણ શહેરમાં સફાઈના નામે મીંડું છે. સ્વચ્છતા માટે કંમાકિંત 100 નંબરમાં આવતી ગાંધીધામ પાલિકાના શાસકોની અણઆવડત ને પગલે હવે પાલિકાના સ્વચ્છ શહેરોમાં 300 નંબર પર છે. રામલીલા મેદાનને કચરા ધામ બનાવી દેનારા શાસકોએ લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં બંધ કરાવવા તાતકાલિક ધોરણે આ કચરા સંગહ બંધ કરવાની તેમણે માંગ કરી હતી.
પાલિકાનો લૂલો બચાવ
આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મેદાન શહેરની મધ્યમાં હોવાથી વિકરાળ સમસ્યા છે. તે સ્વીકાર્ય છે પણ ડમ્પિંગ સ્ટેશન દુર હોવાથી ટ્રાન્સફર સ્ટેશન તરીકે મેદાનનો ઉપયોગ કરાઈ રહયો છે. જોકે સમસ્યાને જોતા દિનદયાલ પોર્ટ કંડલા તરફ જે મેદાન સુચવાયું છે. તેમાં પણ સમાધાન કારી વલણ અપનાવીને કચરાનો સંગ્રહ હાઈવે તરફ લઈ જવાનું પ્લાનિંગ ચાલી રહયું છે. જોકે મોટો સવાલ એ છે કે આ કામ કયારે થશે ત્યાં સુધી શહેરીજનોનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ચાલું રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement