આ છે પોલીસ હાજરીની કમાલ, ટ્રાફિક નિયમનની કામગીરીમાં બાઈક ચોર ગેંગ હાથ લાગી
કચ્છ (Kutchh)ના આર્થિક પાટનગર ગાંધીધામ (Gandhidham) સંકુલમાં પોલીસની ટ્રાફિક નિયમનની કામગીરી સામે સવાલો ઉભા થયા પછી કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલી પોલીસે સમગ્ર શહેર સંકુલમાં હાથ ધરેલી કામગીરીમાં બાઈક ગેંગ પકડવામાં પોલીસને સફળતા મળી છે. આદિપુર પોલીસે ટ્રાફિક કામગીરી સમયે રોકેલી એક બાઈક ચોરીનું હોવાનું બહાર આવ્યા પછી બાઈક ચોર યુવાને ચોરી કરેલા 31 બાઈક કાઢી આપ્યા હતા. જે માત્ર નજીવી કિંમતે વà«
Advertisement
કચ્છ (Kutchh)ના આર્થિક પાટનગર ગાંધીધામ (Gandhidham) સંકુલમાં પોલીસની ટ્રાફિક નિયમનની કામગીરી સામે સવાલો ઉભા થયા પછી કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલી પોલીસે સમગ્ર શહેર સંકુલમાં હાથ ધરેલી કામગીરીમાં બાઈક ગેંગ પકડવામાં પોલીસને સફળતા મળી છે. આદિપુર પોલીસે ટ્રાફિક કામગીરી સમયે રોકેલી એક બાઈક ચોરીનું હોવાનું બહાર આવ્યા પછી બાઈક ચોર યુવાને ચોરી કરેલા 31 બાઈક કાઢી આપ્યા હતા. જે માત્ર નજીવી કિંમતે વેંચી દેવાયા હતા. પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે જયારે બે મુખ્ય સુત્રધાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
આરોપીએ 31 મોટરસાયકલની ચોરી કરી
આદિપુર પોલીસ ટુકડી વાહન તપાસ દરમિયાન એક બાઈક ચાલકને રોકીને દંડનીય કાર્યવાહી આદરાઈ હતી. આ સમયે પોલીસના ખાસ પોકેટ કોપ નામના સોફટવેરના માધ્યમથી આ બાઈકની તપાસમાં બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ હોવાનું સ્પષ્ટ થતાં જ ચોરીની બાઈક સાથે મળી આવેલા આરોપી મહેશની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન ભાંગી પડેલા આ આરોપીએ 31 મોટરસાયકલની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. 31 બાઈક ચોરીમાંથી 14 બાઈક ચોરીની સતાવાર ફરિયાદ દાખલ થયેલી છે. જયારે અન્ય 17 બાઈક માલિકોને હવે પોલીસ શોધી રહી છે. આ તમામ બાઈક ચોરી કરીને માત્ર ચારથી પાંચ હજાર રૂપિયામાં રાપર વિસ્તારના અંતરિયાળ ગામોમાં વેચી દેવાયા હતા.
પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા
પોલીસે ચોરીના રાપર તાલુકાના કાનમેરના આરોપી મહેશ ઉર્ફે ગુંડો રામુભાઈ વાઘેલા, જુમાભાઈ જાનમામદભાઈ સમેજા, સુલતાન સુમારભાઈ ધુનાની ધરપકડી કરી છે જયારે અન્ય બે આરોપી લખાભાઈ ઉર્ફે ગોગડી ખેતાભાઈ ભરવાડ, કાનાભાઈ ખેતાભાઈ ભરવાડ (રહે. ગાગોદર, તા. રાપર) પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
31 મોટરસાઈકલ કબજે
પોલીસે જણાવ્યુ હતું કે આડેસર, ગાંધીધામ એ ડિવિઝન, આદિપુર અને મોરબી જિલ્લામાં વાહન ચોરીનો ગુનાહિત ઈતિહાસ ધરાવનારા આરોપી મહેશે વાહન ચોરીને અન્ય આરોપીઓને વેચાણથી આપ્યા હતા. કાનમેર અને ગાગોદરમાંથી તહોમતદારોના કબજામાંથી ચોરીના 31 મોટરસાઈકલ કબજે લેવાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું.
છેલ્લા આઠ માસથી આ ગેંગ ચોરી કરતી હતી
અંજારના નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યુ હતું કે છેલ્લા આઠ માસથી આ ગેંગ ચોરી કરતી હતી. ચોરી કરેલી બાઈક નજીવી કિંમતોમાં વેચીં દેવાતા હતા. વધુ તપાસ ચાલી રહી છે. નાગિરકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે જે નાગિરકો બાઈક ચોરીના ભોગ બને તે ફરિયાદ ચોકકસ નોંધાવે, પોલીસને જાણકારી આપે ઉપરાંત બાઈક ખરીદી વખતે આરસી બુક કાગળોની ખરાઈ કરવા સાથે આવી બાઈક ખરીદવાની દુર રહેવુંજોઈએ અન્યથા પોલીસ બાઈક ખરીદ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરશે. ખાસ કરીને આ તમામ બાઈક સ્ટેરિંગ લોક વગર ના હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે નાગિરકોએ બાઈક સ્કુટર મોપેડને સ્ટેરિંગ લોક કરે તેવી અપીલ પોલીસે કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.