ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. ઓપી કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. તેમણે લખ્યું કે મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે.મુખ્યમંત્રી નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિય મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અંગત જીવન ઓમ પ્રક
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. ઓપી કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. તેમણે લખ્યું કે મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે.મુખ્યમંત્રી નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિય મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
અંગત જીવન
ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935માં થયો હતો. તેમને વાંચનનો ઘણો શોખ છે. તેઓ જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવી હતી.
તેઓ રાજકારણમાં ઓ.પી. કોહલી તરીકે વધારે જાણીતા બનેલા છે. 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવારત ઓ.પી. કોહલીએ હિન્દીમાં રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર, શિક્ષાનીતિ અને ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. તેઓએ કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવેલો છે.
8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાજકીય કારર્કિર્દી
તેઓ કટોકટીના વર્ષમાં જેલવાસ ભોગવી આવ્યા હતા. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.
આપણ વાંચો-કડીમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, ગાયએ 8 વર્ષના બાળકને શિંગડે ભરાવી ફંગોળ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.