મોરબીની રૂંવાટા ઉભા કરતી દુર્ઘટના પર જાણો કોણે શું આપી પ્રતિક્રિયા
રાજ્યના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 177 લોકોને બચાવી લેવાયા છે. છેલ્લા 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમો કાર્યરત છે. વળી, બ્રિજનું સંચાલન કરતી કંપની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. કંપની સામે કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે તપાસ માટ
રાજ્યના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 177 લોકોને બચાવી લેવાયા છે. છેલ્લા 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમો કાર્યરત છે. વળી, બ્રિજનું સંચાલન કરતી કંપની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. કંપની સામે કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે તપાસ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે.
આખી રાત બચાવ કામગીરી ચાલી
મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે માહિતી આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 132 લોકોના મોત થયા છે. નેવી, એનડીઆરએફ, એરફોર્સ અને આર્મી ઝડપથી પહોંચી ગયા છે. આખી રાત બચાવ કામગીરીમાં 200 થી વધુ લોકોએ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, બ્રિજ મેનેજમેન્ટ ટીમ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. રેન્જ આઈજીપીના નેતૃત્વમાં આજથી તપાસ શરૂ કરવામાં આવી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર પર નિશાન સાધ્યું છે. વળી, AAP વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું છે. આવો જાણીએ આ સમગ્ર દુર્ઘટનામાં જાણો કોણે શું કહ્યું?
શું કહે છે PM મોદી?
વડાપ્રધાન મોદીએ મોરબીમાં પુલ ધરાશાયી થવાથી સર્જાયેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, મોરબી ખાતે થયેલી દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
Advertisement
કેવડિયાથી મોરબીમાં બનેલી ઘટના અંગે કહ્યું કે, હું હાલમાં કેવડિયામાં છું પણ મારું મન મોરબીમાં છે. તેમણે કહ્યું કે, મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલું છે. મે મારા જીવનમાં આવી પીડા બહું ઓછી જોઇ હશે. એક તરફ દુઃખદ હ્રદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનો પથ છે. આ કર્તવ્ય પથી જવાબદારી લઇને હુ તમારી સાથે છું, પરંતુ કરૂણાથી ભરેલું મારું મન તે પિડીત પરિવારોના વચ્ચે છે. ઘટનામાં જે લોકોને પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ટ્વીટ કર્યું છે કે, વડાપ્રધાન મોદીએ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. PM મોદીએ રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક બચાવ ટુકડીઓ તૈનાત કરવા જણાવ્યું હતું. તેમણે મોરબી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ) માંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
શું કહે છે ગૃહમંત્રી અમિત શાહ?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં ગઈકાલની ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌ પ્રથમ, હું દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. જેઓ મૃત્યુ પામ્યા છે તેઓને શાંતિ મળે.
શું કહે છે દિલ્હી CM?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં પુલ ધરાશાયી થતા અનેક લોકો નદીમાં પડ્યા હોવાના અહેવાલ છે. હું તેમના જીવન અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
શું કહે છે રાહુલ ગાંધી?
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું આવા મુશ્કેલ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ મદદ કરે અને ગુમ થયેલા લોકોની શોધમાં મદદ કરે.
Advertisement
શું કહે છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરતા લખ્યું, "ગુજરાતના મોરબીમાં પુલ તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. હું @INCGujarat કાર્યકરોને બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરવા અને ઘાયલોને મદદ કરવા અપીલ કરું છું. મારી સંવેદના અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે."
શું કહે છે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ?
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું, "આ ACT OF FRAUDS છે, જેમાં મોદી, શાહ અને ભાજપ સામેલ છે. ભાજપની છેતરપિંડીનાં આવાં બીજાં ઘણાં ઉદાહરણો છે. આ બધું એટલા માટે છે કારણ કે "પૈસા"ના ફાયદા માટે બાંધકામની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જેમ કે મોદીજીએ કોલકાતા બ્રિજ તૂટી પડ્યા પછી સમજાવ્યું હતું.
શું કહે છે તમિલનાડુના CM એમકે સ્ટાલિન?
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું, “#MorbiBridgeCollapseમા ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું, વળી ફસાયેલા લોકોને વહેલી તકે બચાવી લેવા જોઈએ.
શું કહે છે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા?
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ અકસ્માતમાં અસંખ્ય જીવ ગુમાવ્યાના દર્દનાક સમાચારે સમગ્ર દેશના હૃદયને હચમચાવી નાખ્યું છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. આ કોઈ કુદરતી અકસ્માત નથી, માનવ સર્જિત દુર્ઘટના છે. આ જઘન્ય અપરાધ માટે ગુજરાતની ભાજપ સરકાર સીધી રીતે દોષિત છે.
Advertisement
2/4
PM और CM गुजराती भाई बहनों की ज़िंदगी की क़ीमत ₹2 लाख लगा कर अपनी जुम्मेवारी से पल्ला नहीं झाड़ सकते।CM भुपेंद्र पटेल व मोरबी विधायक व मंत्री को बताना होगा -
1. जब ये पुल 26 अक्टूबर को ही मुरम्मत के बाद खोला गया तो पुल कैसे गिर गया?
क्या ये सीधे अपराधिक षड्यंत्र नहीं? https://t.co/8Qnw1cgTFS
— Randeep Singh Surjewala (@rssurjewala) October 30, 2022
આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, “PM અને CM ગુજરાતી ભાઈઓ અને બહેનોના જીવની કિંમત પર 2 લાખ રૂપિયા લગાવીને તેમની જવાબદારીથી છટકી ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોરબીના ધારાસભ્ય અને મંત્રીને જણાવવું પડશે કે, 26 ઓક્ટોબરના રોજ સમારકામ બાદ આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો ત્યારે બ્રિજ કેવી રીતે ધરાશાયી થયો? શું આ સીધું ગુનાહિત કાવતરું નથી?
રિનોવેશન થયું તો અકસ્માત કેમ થયો?
જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 7 મહિના પહેલા પુલ રિનોવેશન માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે રિનોવેશન પછી પણ આ અકસ્માત કેવી રીતે થયો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ ઘટના પર સવાલ ઉઠાવ્યા છે. રવિવારે રાત્રે સિરોહીમાં મીડિયા સાથે વાત કરતા ગેહલોતે કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને ઘણી મોટી છે. તેમણે કહ્યું કે સરકારે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને થોડા દિવસો પહેલા રિનોવેશન પછી બ્રિજ કયા સંજોગોમાં અને કેવી રીતે તૂટી પડ્યો હતો તે શોધવું જોઈએ. તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ થવી જોઈએ જેથી ગુનેગારોને સજા મળે.
સર્ટિફિકેટ વિના બ્રિજ કેમ ખુલ્લો મુકાયો?
બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ જ આપવામાં આવ્યું ન હોવાની વાતને અધિકારીઓ નકારી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “આ પુલ મોરબી નગરપાલિકાની મિલકત છે, પરંતુ અમે તેને 15 વર્ષ સુધી જાળવણી અને કામગીરી માટે થોડા મહિના પહેલા ઓરેવા ગ્રુપને સોંપી દીધો હતો. જોકે, ખાનગી કંપનીએ અમને જાણ કરી હતી કે બ્રિજ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેના કારણે અમે બ્રિજનું સેફ્ટી ઓડિટ કરાવી શક્યા નથી.
આ પુલ 1879મા બનાવવામાં આવ્યો હતો
બ્રિજનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે આ બ્રિજ 1880મા લગભગ 3.50 લાખના ખર્ચે પૂર્ણ થયો હતો. તે સમયે બ્રિજની સામગ્રી ઈંગ્લેન્ડથી આવી હતી. આ પુલ દરબારગઢને નજરબાગ સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો હતો. મોરબીનો આ પુલ 140 વર્ષ કરતાં પણ જૂનો છે. આ પુલ માત્ર ગુજરાતના મોરબી માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક વારસો છે.
આ પણ વાંચો - કેવી રીતે તૂટ્યો મોરબીનો બ્રિજ? જુઓ આ વિડીયોમાં