Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

27 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તાનું ધોવાણ, શરૂઆતના વરસાદમાં જ રસ્તા મળ્યા બિસ્માર હાલતમાં

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ્સ રહી છે પરંતુ કેટલાક એવા જિલ્લાઓ પણ છે જ્યાં ચોમાસાનો શરૂઆતના જ વરસાદમાં તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. ત્યારે શરૂઆતના જ વરસાદમાં તંત્રના દાવાનું થયું છે ધોવાણ..દર વર્ષે ચોમાસા પૂર્વે મનપા અને નગરપાલિકા તંત્ર પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા દાવા કરતી હોય છે પરંતુ વરસાદ પડતા જ તàª
27 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તાનું ધોવાણ  શરૂઆતના વરસાદમાં જ રસ્તા મળ્યા બિસ્માર હાલતમાં
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ્સ રહી છે પરંતુ કેટલાક એવા જિલ્લાઓ પણ છે જ્યાં ચોમાસાનો શરૂઆતના જ વરસાદમાં તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. ત્યારે શરૂઆતના જ વરસાદમાં તંત્રના દાવાનું થયું છે ધોવાણ..
દર વર્ષે ચોમાસા પૂર્વે મનપા અને નગરપાલિકા તંત્ર પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા દાવા કરતી હોય છે પરંતુ વરસાદ પડતા જ તંત્રની કામગીરી પર વરસાદનું પાણી ફરી વળે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં આ જ સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં શરૂઆતના વરસાદમાં જ રસ્તા બિસ્માર થયા છે. તાંદલજા-ગોત્રી રિંગ રોડનું ધોવાણ થયું છે. એકતરફનો વન વે બંધ કરવાના કારણે અન્ય વન વે પર વાહનવ્યવહાર શરૂ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને પણ અકસ્માત સર્જાવાના ભય સાથે રસ્તા પરથી પસાર થવું પડે છે.
સુરતમાં પણ પ્રથમ વરસાદે તંત્રની કામગીરીની પોલી ખોલી દીધી છે. 27 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તાનું ધોવાણ થયું છે. બીજીતરફ સુરતના ઓલપાડમાં ગત રાત્રિએ પડેલા વરસાદ બાદ સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તંત્રની બેદરકારીના પાપે થોડા જ વરસાદમાં દર વર્ષે સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામે છે. પાણી ભરાવાના કારણે ઘરવખરીને પણ નુકસાન થવા પામે છે. તો કચ્છના મુન્દ્રામાં તંત્રની લાપરવાહી સામે આવી છે. વરસાદ બાદ બારોઈ રોડ પરની સોસાયટીમાં પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠી રહ્યા છે. 
દર વર્ષે ચોમાસા સુધી શહેરોમાં ખોદકામ કરેલું જોવા મળતું હોય છે, તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળતો હોય છે. તેવામાં પ્રારંભના જ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી જવા પામતી હોય છે.
Advertisement
Tags :
Advertisement

.