ઉભરાતી કચરાપેટીઓ પાલિકા દ્વારા સમયસર ન ઉઠાવાતા કચરો ગટરમાં જવાના કારણે જામ
ભરૂચ નગરપાલિકાની નિષ્ક્રિયતા અને અણ આવડતના કારણે ભરના કેટલાય વિસ્તારોમાં કચરાપેટીઓ ઉભરાઈ ગયા બાદ પણ ઉઠાવવામાં આવતી નથી.જેના કારણે ઉભરાતી કચરા પેટીઓનો કચરો નજીકમાં રહેલી ગટરોમાં જવાના કારણે જામ થઈ જતા વરસતા વરસાદમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ આવા પ્રદૂષિત પાણીમાંથી પસાર થવાનો આવ્યો છે. ત્યારે સ્વચ્છતાની વાà
ભરૂચ નગરપાલિકાની નિષ્ક્રિયતા અને અણ આવડતના કારણે ભરના કેટલાય વિસ્તારોમાં કચરાપેટીઓ ઉભરાઈ ગયા બાદ પણ ઉઠાવવામાં આવતી નથી.જેના કારણે ઉભરાતી કચરા પેટીઓનો કચરો નજીકમાં રહેલી ગટરોમાં જવાના કારણે જામ થઈ જતા વરસતા વરસાદમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ આવા પ્રદૂષિત પાણીમાંથી પસાર થવાનો આવ્યો છે. ત્યારે સ્વચ્છતાની વાત કરતી નગરપાલિકા ઉભરાતી કચરાપેટીઓ સમયસર ઉઠાવે તે જરૂરી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાંધી બજાર સહિત નાની બજાર વિસ્તારમાં ઉભરાતી કચરાપેટીઓ સમયસર ભરૂર નગરપાલિકા દ્વારા ઉઠાવવાથી નથી જેના પ્રતાપે ઉભરાતી કચરાપેટીઓનો કચરો સીધેસીધો નજીકની ગટરોમાં જવાના કારણે જામ થઈ જતી હોય છે. અને વરસાદના કારણે ગટરજામ થઈ જવાના કારણે પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા હોય છે અને આવા ગંદા પ્રદૂષિત પાણીમાંથી રાહદારીઓ અને વાહન ચાલકોએ પસાર થવાનો વારો આવ્યો છે. ભરૂચ નગરપાલિકાએ કાંસ સફાઈમાં પણ વેઠ ઉતારી હોવાના આક્ષેપો થયા છે સાથે સાથે ગાંધી બજાર સહિત આજુબાજુના વિસ્તારમાં ઉભરાતી કચરા પેટીઓના કારણે સમગ્ર વિસ્તારમાં ઘટાડો જામ થઈ જવાના કારણે ગટરના પ્રદૂષિત પાણી સામાન્ય વરસાદમાં પણ જાહેર માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોને ભયંકર રોગચાળાની દહેસત પણ સતાવી રહી છે ત્યારે ભરૂર નગરપાલિકા પોતાની હદ વિસ્તારમાં મૂકેલી કચરાપેટીઓ ઉભરાઈ ઊઠ્યા બાદ તેને તાત્કાલિક નિકાલ કરે તે જરૂરી છે.
ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં ગટરજામ થઈ જવાના કારણે જાહેર માર્ગો પર પ્રદૂષિત પાણી વહેતા થતા સ્થાનિકોએ જામ થઈ ગયેલી ગટરની સફાઈ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે સ્થાનિકો પણ સફાઈ વેરો ચૂકવતા હોવા છતાં તે પ્રમાણે સુવિધાઓ ન મળતી હોય તેવા સ્પષ્ટ આક્ષેપો થયા છે ત્યારે સમગ્ર અહેવાલ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ માટે સર્જનક સાબિત થઈ રહ્યો છે
Advertisement