Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે

જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટના ઈમર્જન્સી લેન્ડિંગનો કોલ મળતા જામનગર પોલીસ તથા વહીવટી તંત્ર એલર્ટ થયું હતું. મોસ્કો-ગોવા ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું છે. હાલ જામનગર પોલીસ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જામનગર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવેલી મોસ્કો ગોવા ફ્લાઈટના યાત્રિકો સુરક્ષિત, જુઓ Video.... દિલ્હીથી NSGની ટીમ જામનગર પહોંચી, ફ્લાઈટમાં ડિટેક્શન અને ડિà
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ  બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે

જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટના ઈમર્જન્સી લેન્ડિંગનો કોલ મળતા જામનગર પોલીસ તથા વહીવટી તંત્ર એલર્ટ થયું હતું. મોસ્કો-ગોવા ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું છે. હાલ જામનગર પોલીસ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

જામનગર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવેલી મોસ્કો ગોવા ફ્લાઈટના યાત્રિકો સુરક્ષિત, જુઓ Video....

Advertisement

  • દિલ્હીથી NSGની ટીમ જામનગર પહોંચી, ફ્લાઈટમાં ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે.
જામનગર કલેક્ટર સૌરભ પારઘીનો ઓડિયો મેસેજ
જામનગર કલેક્ટરે ઓડિયો મેસેજમાં જણાવ્યું કે, મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. જામનગર એરપોર્ટ ખાતે ડાઈવર્ટ કરવામાં આવી હતી. બધા જ 236 અને 8 ક્રુ મેમ્બર મળી કુલ 244 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. જેઓ એરપોર્ટ લોન્જમાં છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે. બધા જ પેસેન્જર સુરક્ષિત છે.
Advertisement

જામનગર એરપોર્ટ પર આજે સાંજે 6 વાગ્યાની આસપાસ અઝુર એર નામની એરલાઇન્સના વિમાનના ઈમર્જન્સી લેન્ડિંગનો કોલ મળ્યો હતો. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાટમાં બોમ્બ હોવાના ગુજરાત ATSને મળેલા ઇનપુટના આધારે રાત્રીના 9.49 કલાકે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત ATSને ફ્લાઈટમાં બૉમ્બ હોવાના ઇનપુટ મલ્યા હતા. જામનગર એરપોર્ટ પર BDDSની એક ટિમ તથા જામનગર SOG, સ્થાનિક પોલીસ, ગુજરાત ATSના અધિકારીઓ પહોંચ્યા છે.
ATCના ઈનપુટ્સ બાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટ જામનગર, ગુજરાત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે. જામનગર એરપોર્ટને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચી ચુક્યો છે. હાલ ફ્લાઈટમાં કોઈ એક્સ્પોઝિવ પદાર્થ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

ફ્લાઈટમાં રશિયના મુસાફરો સવાર હતા
વિમાનમાં 236 વિદેશી મુસાફરો સવાર છે જેમને જામનગરની ખાનગી હોટેલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પણ જામનગર એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું છે. હાલ એરપોર્ટ પર અધિકૃત વ્યક્તિઓ સિવાય કોઈને પ્રવેશવા દેવામાં આવતા નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
જુઓ Live....
Tags :
Advertisement

.