Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના આ મંદિરમાં મૂર્તિ નહિ પથ્થરની શીલા પૂજાય છે, નિયમિત દર્શને આવતી વૃદ્ધાની પ્રાર્થના સાંભળી આપ્યો હતો ચમત્કાર

ભારતનું  એક એવું અનોખું મંદિર જ્યાં મૂર્તિ નહિ શીલા પૂજાય છે..મોડાસાના બોલુન્દ્રા પાસે ડુંગરની ટોચ ઉપરથી શીલા નીચે આવ્યા પછી આસ્થાથી  તેની  પૂજા થાય છે,, ડુંગરેશીબાવજી તરીકે જાણીતા આ મંદિરે ભક્તો ઉમટી પડે છે. દેવી-દેવતાની મૂર્તિ વિનાના મંદિરની કલ્પના હિંદુ ધર્મશાસ્ત્રમાં સંભવ નથી પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા પાસે ભાટકોટા રોડ ઉપર સમગ્ર ભારતમાં એકમાત્ર અàª
ભારતના આ મંદિરમાં મૂર્તિ નહિ પથ્થરની શીલા પૂજાય છે  નિયમિત દર્શને આવતી વૃદ્ધાની પ્રાર્થના સાંભળી આપ્યો હતો ચમત્કાર
ભારતનું  એક એવું અનોખું મંદિર જ્યાં મૂર્તિ નહિ શીલા પૂજાય છે..મોડાસાના બોલુન્દ્રા પાસે ડુંગરની ટોચ ઉપરથી શીલા નીચે આવ્યા પછી આસ્થાથી  તેની  પૂજા થાય છે,, ડુંગરેશીબાવજી તરીકે જાણીતા આ મંદિરે ભક્તો ઉમટી પડે છે. દેવી-દેવતાની મૂર્તિ વિનાના મંદિરની કલ્પના હિંદુ ધર્મશાસ્ત્રમાં સંભવ નથી પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા પાસે ભાટકોટા રોડ ઉપર સમગ્ર ભારતમાં એકમાત્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં એક મંદિરમાં ડુંગરની શીલા દેવના રૂપમાં વર્ષોથી પૂજાય છે.
આ મંદિરમાં ડુંગરની શીલા પૂજાતી હોવાથી તે ડુંગરેશી  ડુંગરેશી બાવજીના મંદિર તરીકે ઓળખાય છે. ચમત્કારિક મનાતા આ મંદિરે શરીર ઉપર કોઈપણ પ્રકારની ગાંઠ નીકળી હોય તો તેની બધા રાખવાથી તે સંપુર્ણપણે ઓગળી જતી હોવાની માન્યતાને લીધે અસંખ્ય લોકો ગાંઠની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ મંદિરે આવતા હોવાનું ધુળસિંહ અને પ્રતિકભાઈ પટેલે જણાવ્યું હતું.
વર્ષો પહેલા ડુંગર ઉપર પૂજાતી શીલા પૂજારી મહિલાની વિનંતી બાદ પાડીને  નીચે આવી
સામાન્ય રીતે દરેક મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાય છે અને તેની પૂજા થાય છે પણ અહી જ્યાં મંદિર છે પણ મૂર્તિ ના સ્થાને ડુંગરેથી  નીચે પડેલા પથ્થરને જ મંદિરમાં દેવ તરીકે  પૂજવામાં આવે છે. આ મંદિરમાં પૂજાતી મોટી શીલા આસ્થાનું કેન્દ્ર બની રહી છે.વર્ષો પહેલા ડુંગરની આ શીલા મોજુદ હતી અને તેની પુજાકારવા માટે રોજ ગામની એક શ્રદ્ધાળુ મહિલાને ડુંગર ચડવો પડતો હતો.સમય જતા મહિલા વૃદ્ધ થઇ અને ડુંગર ચડી શકતી ન હોવાથી પોતાના આરાધ્યદેવને આ વૃદ્ધ મહિલાએ પ્રાર્થના કરી કે ડુંગરેશી બાવજી તમારું સત હોય અને મારી ભક્તિ સાચી હોય તો કાલે નીચે આવી જજો... બસ બીજાજ દિવસે સવારે જાણે ચમત્કાર સર્જાયો હોય તેમ ડુંગર ઉપરની આ શીલા ડુંગર ની તળેટી માં આવીને ઉભી રહી ગઈ,,અને નીત્ક્રમ મુજબ પૂજા માટે ગયેલી વૃદ્ધાએ શીલાને તળેટીમાં જોતા જય જયકાર કર્યો હતો..તે પછી તો શિલામાં શ્રદ્ધા જાગતા જ લોકોનો મહેરામણ ઉમટવા માંડ્યો અને લોકોની મનોકામના પૂરી થતા કાળક્રમે  અહી ડુંગરેશી બાવાજીનું મંદિર બાંધવામાં આવ્યું હોવાનું અનિલભાઈ પંચાલ નામના સ્થાનીકે જણાવ્યું હતું.
શરીરમાં થયેલી કોઈ પણ પ્રકારની ગાંઠ માંથી મુક્તિ મળતી હોવાની માન્યતા
છેલ્લા કેટલાયે વર્ષોથી ડુંગરેશી બાવજીના મંદિરે શરીરની ગાંઠથી છુટકારો મેળવવા માટે દુરદુરથી લોકો અહી આવે છે.અને શ્રદ્ધાળુઓના મત મુજબ મંદિરમાં બિરાજતા ડુંગરેશીના પૂજનથી શરીરની ગાંઠો દુર થયાના દાખલા મોજુદ હોવાનું લોકો જણાવી રહ્યા છે .આ મંદિર ભારતમાં એક માત્ર એવું મંદિર છે જ્યાં પથ્થરરૂપી શીલાની પૂજા થતી હોવાનું મંદિરના પૂજારી મનોહરસિંહ રહેવરે જણાવ્યું હતું.
આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી
કહેવાય છે કે આસ્થાહોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી તેજ રીતે વર્ષોથી આ વિસ્તારમાં ડુંગર ઉપરથી નીચે આવેલી શીલા ડુંગરેશિ બાવાજી તરીકે પૂજાય છે અને અહીંના લોકોની મનોકામના પૂર્ણ કરી ધાર્યા કામો થતા હોવાનું ભક્તો માની રહયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.