Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવાએ છોડી પાર્ટી, ભાજપમાં જોડાયા

વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ યથાવતકોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કરશે કેસરિયામોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું રાજીનામુકોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહે છોડ્યો હાથનો સાથદોઢ વર્ષ પહેલા પણ પાર્ટી છોડવાનો આપ્યો હતો સંકેતરાજીનામાની વાત કરી પાર્ટી પર કર્યો હતો પ્રેશરજો પાર્ટી ટિકિટ નહીં આપે તો અપક્ષ લડવાની કરી હતી વાતરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા
વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ  મોહનસિંહ રાઠવાએ છોડી પાર્ટી  ભાજપમાં જોડાયા
  • વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ યથાવત
  • કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કરશે કેસરિયા
  • મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહે છોડ્યો હાથનો સાથ
  • દોઢ વર્ષ પહેલા પણ પાર્ટી છોડવાનો આપ્યો હતો સંકેત
  • રાજીનામાની વાત કરી પાર્ટી પર કર્યો હતો પ્રેશર
  • જો પાર્ટી ટિકિટ નહીં આપે તો અપક્ષ લડવાની કરી હતી વાત
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને (December) માં યોજાવાની છે. તે પહેલા કોંગ્રેેસ પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ થવાનું યથાવત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મોહનસિંહ રાઠવા (Mohansinh Rathawa) એ પાર્ટીને અલવિદા કહેતા રાજીનામું આપી દીધું છે. વળી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે.
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પાર્ટીને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ તેમના નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આજે એકવાર ફરી આવું જ કઇંક જોવા મળી રહ્યું છે. આજે રાજ્યમાં ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઇ ગઇ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. છોટાઉદેપુરના MLA અને મોટા આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહન રાઠવા છે. 

કેસરિયો ધારણ કર્યા બાદ શું કહે છે મોહનસિંહ રાઠવા?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુરના MLA અને મોટા આદિવાસી નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કર્યો છે. કેસરિયો ધારણ કર્યા બાદ રાઠવાએ કહ્યું કે, આજે આપ સૌને મળવાનો અને જગ્યા જોવાનો મોકો મળ્યો એ મારું સદભાગ્ય છે. આટલા વર્ષોથી ભાવ અને પ્રેમથી કોંગ્રેસના તમામ આગેવાનો સાથે કામ કર્યું છે. જોકે, હવે તમને લાગશે કે આટલા વર્ષે મોહનસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ ગયા તે પ્રશ્નો તમારા બધાના દિલોમાં છે. સમય-સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ ! તેમણે આગળ કહ્યું કે, આજના પ્રસંગને જીવનનું સદભાગ્ય સમજુ છું. તેમણે કહ્યું કે, દિલીપભાઈ સંઘાણીને કારણે મને આ તક મળી છે. હું દિલથી દિલીપભાઈનો આભાર માનું છું. આગામી દિવસોમાં વિકાસના કામોની લાણી ખૂબ સારી થાય તેવી ભાવના મારા દિલમાં હંમેશા રહી છે. તેમણે આગળ કહ્યું કે, મોદી સાહેબ ઉપર વિશ્વાસ મુકીને મારી લાગણીથી હું જોડાયો છું. મારે કોઈ પાર્ટી જોડે અણબનાવ નથી. કોઇની પાસે મારો વિરોધ પણ નથી. પણ મારી એક લાગણી થઇ કે હવે આટલા વર્ષો સુધી આ પાર્ટીમાં રહ્યા હવે ભાજપ જોડે જઇને, તાજેતરમાં જે સમગ્ર આદિવાસીઓ વિસ્તારમાં યોજનાઓ જાહેર થઇ તે યોજનાઓ સારી રીતે પ્રગતિ થાય અને તમામને તેનો લાભ મળે તે માટે હું જોડાયો છું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતની સરસાઈથી હરાવ્યાં હતા. ભાજપના જશુભાઈ રાઠવાને 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.

Advertisement


ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
Advertisement

.