Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે આજથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, પોથીયાત્રામાં 5 હજાર ભક્તો ઉમટ્યા

વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટીના (Science City) આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થનાર આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વપ્રસિદ્ધ કથાકાર શ્રી જીગ્નેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે ત્યારà
વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે આજથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ  પોથીયાત્રામાં 5 હજાર ભક્તો ઉમટ્યા
વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટીના (Science City) આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થનાર આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વપ્રસિદ્ધ કથાકાર શ્રી જીગ્નેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે ત્યારે આજે ભવ્ય પોથી યાત્રા અને મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી હતી.
જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના 5000થી વધુ ભાવિભક્તો પોથી યાત્રામાં ઉમટ્યા હતા. સંસ્થાના દાતા શ્રી વિષ્ણુભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ નિરમા પ્લોટ, સાયન્સસિટી રોડ પહોંચી હતી. વિશ્વઉમિયાધામની મહિલા સંગઠનની બહેનો દ્વારા પોથી યાત્રા સાથે સાથે જ્વેરાયાત્રા પણ કાઢી હતી. જેમાં રંગેચંગે મહિલાઓ જોડાઈ. 
કથાના પ્રથમ દિવસે જ 101 યજમાનો પાયાના પિલ્લર તરીકે જોડાયા
આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયોનો પિલ્લર અભિયાન અંતર્ગત આ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના પ્રથમ દિવસે જ 101 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે. અત્યાર સુધીમાં  501 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે.અત્યાર સુધીમાં જેમાં દરરોજ 10 હજારથી વધુ ભાવિ ભક્તો કથાનું રસપાન કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.