Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાદા ફરી એકવાર, ભૂપેન્દ્રભાઈ પટેલે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના લીધા શપથ

ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે 16 નવા મંત્રીઓ પણ શપથ લેવા તૈયાર થયા છે. ભૂપેન્દ્ર પટેલ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પટેલની કેબિનેટમાં અનુભવી ચહેરાઓ તેમજ યુવાનોનો સમન્વય જોવા મળશે.ગુજરાતના નવા મુખ્યમંત્રી શપથ સમારોહના અપડેàª
દાદા ફરી એકવાર  ભૂપેન્દ્રભાઈ પટેલે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના લીધા શપથ
ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે 16 નવા મંત્રીઓ પણ શપથ લેવા તૈયાર થયા છે. ભૂપેન્દ્ર પટેલ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પટેલની કેબિનેટમાં અનુભવી ચહેરાઓ તેમજ યુવાનોનો સમન્વય જોવા મળશે.
  • ગુજરાતના નવા મુખ્યમંત્રી શપથ સમારોહના અપડેટ્સ...
કેબિનેટ મંત્રી
1.કનુભાઈ દેસાઈ,
2.ઋષિકેશ પટેલ
3.રાઘવજી પટેલ
4.બળવંતસિંહ રાજપૂત
5.કુંવરજી બાવળીયા
6.મુળુભાઈ બેરા, 
7.કુબેર ડિંડોર
8.ભાનુબેન બાબરીયા
રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો
9.હર્ષ સંઘવી
10.જગદીશ પંચાલ
રાજ્યકક્ષાના મંત્રી
11.પુરશોત્તમ સોલંકી
12.બચુભાઈ ખાબડ
13.મુકેશ પટેલ
14.પ્રફુલ પાનસેરીયા.
15.ભીખુસિંહ પરમાર
16.કુંવરજી હળપતિ
ભાનુબેન બાબરીયાએ શપથ લીધા 
ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે. તેમણે સતત ત્રીજી વખત જીત મેળવી છે. તે આદિવાસી સમાજમાંથી આવે છે.
કનુભાઈ દેસાઈએ શપથ લીધા
અગાઉની સરકારમાં કનુભાઈ દેસાઈ નાણામંત્રી હતા. તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પારડીથી આવ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે.
ઋકેશ પટેલ પણ મંત્રી બન્યા
ઋષીકેશ પટેલ અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. વિસનગરથી ધારાસભ્ય બન્યા અને પાટીદાર સમાજમાંથી આવે છે.
Advertisement

હર્ષ સંઘવી પણ મંત્રી બન્યા
હર્ષ સંઘવી સુરતના મજુરાના ધારાસભ્ય છે, તેઓ અગાઉની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હતા. ભૂપેન્દ્ર કેબિનેટનો યુવા ચહેરો બની ગયો છે. સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.
આ ધારાસભ્યોએ પણ શપથ લીધા 
જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા, પુરશોત્તમ સોલંકી, રાઘવજી પટેલ, મુકેશ પટેલ, બચુભાઈ ખાબડ મંત્રી તરીકે શપથ લીધા.
મુકેશ પટેલ બચુભાઈ ખાબડ રૂપાણી સરકારમાં મંત્રી 
મુકેશ પટેલ અગાઉની સરકારમાં કૃષિ રાજ્યમંત્રી હતા. પુરુષોત્તમ સોલંકી પણ 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રૂપાણી સરકારમાં મંત્રી પણ હતા. બચુભાઈ ખાબડ રૂપાણી સરકારમાં પણ હતા. તેઓ સતત ચોથી વખત જીતીને ધારાસભ્ય બન્યા છે.
કુંવરજી હળપતિ, પ્રફુલ પાનશેરીયા, ભીખુ પરમાર પણ મંત્રી બન્યા
કુંવરજી હળપતિ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. પ્રફુલ પાનશેરિયા સુરતથી કામરેજના ધારાસભ્ય બન્યા. તેઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે. ભીખુસિંહ પરમાર ઠાકોર સમાજમાંથી આવે છે. તેઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે.

CM તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ

ગુજરાત વિધાનસભામાં ભાજપની શાનદાર જીત બાદ હવે ભૂપેન્દ્ર પટેલે બીજી એકવાર CM પદના શપથ લીધા છે. તેમને રાજ્ચના રાજ્યપાલે શપથ અપાવ્યા હતા. 
Advertisement

16 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લીધા, આ છે યાદી
ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે 16 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લીધા.
મંત્રી બનવાના ઉમેદવારોના નામની આ યાદી
  • ઋષિકેશ પટેલ
  • કનુભાઈ દેસાઈ
  • રાઘવજી પટેલ
  • મુળુભાઈ બેરા
  • પુરશોત્તમ સોલંકી
  • કુંવરજી બાવળિયા
  • ભાનુબેન બાબરીયા
  • બળવંતસિંહ રાજપૂત
  • જગદીશ પંચાલ
  • મુકેશ પટેલ
  • ભીખુભાઈ પરમાર
  • હર્ષ સંઘવી
  • પ્રફુલ પાનસેરીયા
  • કુંવરજી હળપતિ
  • બચુભાઈ ખાબડ
  • કુબેર ડિંડોર

ભૂપેન્દ્ર પટેલનો પરિવાર હેલિપેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં મંચ પર પહોંચ્યા, ટૂંક સમયમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
Advertisement


ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા યોગી આદિત્યનાથ અમદાવાદ પહોંચ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અમદાવાદ પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગીના પહોંચતા જ જય શ્રી રામના નારા લાગ્યા હતા.
સાધુ સંતોના આશિર્વાદ સાથે CM અને તેનું પ્રધાનમંડળ શપથ લેશે
શપથવિધિને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ડોમ તૈયાર થઈ ચુક્યો છે જેમાં ત્રણ સ્ટેજ બનાવાયા છે. જેમાં એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી તથા તેમનું પ્રધાનમંડળ બેસશે. બીજા મંચ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ બેસશે અને ત્રીજા મંચમાં સાધુસંતો બેસશે. જણાવી દઈએ કે, ભુપેન્દ્રભાઈ પટેલ 15મી ગુજરાત વિધાનસભાના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
હું પાર્ટી માટે કામ કરીશ : હાર્દિક પટેલ
વિરમગામથી ચૂંટાયેલા હાર્દિક પટેલે કહ્યું કે, હું ખૂબ જ યુવા ધારાસભ્ય છું. હું માત્ર પાર્ટી માટે કામ કરવામાં માનું છું. ભાજપ નક્કી કરશે કે તે કોને કેબિનેટમાં રાખવા માંગે છે. પાર્ટી મને જે પણ જવાબદારી આપશે તે હું ખુશીથી સ્વીકારીશ.

ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતીને જબરદસ્ત વિજય મેળવ્યો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતીને શાનદાર જીત નોંધાવી હતી. પ્રતિસ્પર્ધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી - એક કઠિન કસોટી પૂરી પાડવાની અપેક્ષામાં નિષ્ફળ રહી, અનુક્રમે માત્ર 16 અને 5 બેઠકો જીતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.