Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

500 કામદારો સાથે ક્રૂર મજાક, પગારવધારાની માંગ સંતોષવા માલિકે 4 રુપિયાનો પગાર વધારો કર્યો!

ભરૂચ જિલ્લામાં દિવાળી ટાણે અનેક ઔદ્યોગિક વસાહતો માંથી કંપનીના કામદારો મેદાનમાં ઊતરી પોતાની માંગણીઓને લઈ આંદોલન કરતા હોય છે, આવી જ એક આંદોલનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,  જીએનએફસી વાગરા તાલુકાના રહિયાદ ગામ નજીકના ટુ પ્લાન્ટ બહાર કામદારોએ પોતાની માંગણીઓ સાથે આંદોલનનું ચાલુ હતું500 જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને માંગણીભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામ ખા
500 કામદારો સાથે ક્રૂર મજાક  પગારવધારાની માંગ સંતોષવા માલિકે 4 રુપિયાનો પગાર વધારો કર્યો
ભરૂચ જિલ્લામાં દિવાળી ટાણે અનેક ઔદ્યોગિક વસાહતો માંથી કંપનીના કામદારો મેદાનમાં ઊતરી પોતાની માંગણીઓને લઈ આંદોલન કરતા હોય છે, આવી જ એક આંદોલનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,  જીએનએફસી વાગરા તાલુકાના રહિયાદ ગામ નજીકના ટુ પ્લાન્ટ બહાર કામદારોએ પોતાની માંગણીઓ સાથે આંદોલનનું ચાલુ હતું

500 જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને માંગણી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી જીએનએફસીની ટીબીઆઇ ટુ પ્લાન્ટના મોટી માત્રામાં કામદારોએ કંપની સામે પગારવાધાર મુદ્દે આંદોલન છેડ્યું હતું, જો કે કંપની માલિકો દ્વારા રૂપિયા ચારનો વધારો કરીને કરેલી કામદોરોની ક્રૂર મજાકને લઈને બે દિવસથી 500 જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને માંગણી કરી રહ્યાં છે અને તેઓ હડતાલ પર ઉતરી ગયા છે.

ચાર રૂપિયાનો વધારો થાય તો તેમાં એક કટીંગ ચા પણ આવતી નથી
વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી GNFCનો ટીબીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ 500થી જેટલા શ્રમિકો કંપનીમાં કામદારો તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને તેઓને હાલ રુપિયા 351 રોજ દહાદી ચૂકવવામાં આવે છે આથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું જો કે માલિકો દ્વારા તમામ કામદારોને મળતા પગારમાં રૂપિયા 90નો વધારો આપવામાં આવશે તેવી બાંહેઘરી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે પગાર અપાયો ત્યારે ચાર રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં, 
 
 કંપની રુપિયા 90 નહીં તો કંપની રુપિયા 50નો વધારો કરી આપે 
શ્રમિકોનું કહેવું  છે કે કે જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો તેમાં એક કટીંગ ચા પણ આવતી નથી ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે ક્રૂર મજાક કરી રહ્યા હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા બે દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાલ ઉપર ઉતરી ગયા છે, કામદારોની માગ છે કે જો રુપિયા 90 નહીં તો કંપની રુપિયા 50નો વધારો કરી આપે તેવી માંગણી કામદારો કરી રહ્યાં છે.
 જીવના જોખમે કાર કરે છે શ્રમિકો
કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલી નજીવા રોજી લઈને કામ કરી રહ્યાં છે ખરેખર તો 390 થી લઈને 400 રૂપિયાનો રોજી મળવી જોઈએ પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોનો પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ! જે ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ અનુભવ્યું છે. શ્રમિકોએ કહ્યું હતું અને જો વહેલી તકે કામદારોની પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગામી દિવસોમાં ભારે વિરોધ કરશે  તેવી ચીમકી પણ આપી છે. 
Advertisement
Tags :
Advertisement

.