Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

13 સભ્યોની બનાવાયેલી કમિટી સામે કોર્ટનો સ્ટે,તમામ બાબતોને ગંભીરતા થી લેતા ખેડૂતોમાં ખુશી

સુરતના જહાંગીરપુરા સ્થિત આવેલા પુરુષોત્તમ ફાર્મસ કો.ઓ.કોટન જિનિંગ એન્ડ પ્રોસેસિંગ મંડળીમાં વીતેલા ચાર વર્ષથી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી નહીં થઈ હોવાથી મંડળીના નાના-મોટા કામોમાં અનેક અડચણો ઊભી થઈ રહી હોવાની બુમ પડી છે. એટલું જ નહીં એક મર્યાદાથી ઉપરના કામકાજ માટે નિર્ણય લેવાની સત્તા મેનેજર પાસે નહીં હોવાથી ઘણા અગત્યનાં કામો પણ અટવાઈ રહ્યા હોવાનું ખેડૂતો અગ્રણી એ જણાવ્યું છે 13
13 સભ્યોની બનાવાયેલી કમિટી સામે કોર્ટનો સ્ટે તમામ બાબતોને ગંભીરતા થી લેતા ખેડૂતોમાં ખુશી
સુરતના જહાંગીરપુરા સ્થિત આવેલા પુરુષોત્તમ ફાર્મસ કો.ઓ.કોટન જિનિંગ એન્ડ પ્રોસેસિંગ મંડળીમાં વીતેલા ચાર વર્ષથી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી નહીં થઈ હોવાથી મંડળીના નાના-મોટા કામોમાં અનેક અડચણો ઊભી થઈ રહી હોવાની બુમ પડી છે. એટલું જ નહીં એક મર્યાદાથી ઉપરના કામકાજ માટે નિર્ણય લેવાની સત્તા મેનેજર પાસે નહીં હોવાથી ઘણા અગત્યનાં કામો પણ અટવાઈ રહ્યા હોવાનું ખેડૂતો અગ્રણી એ જણાવ્યું છે 
13 સભ્યોની એક કમિટીની નિમણૂક કરી
પુરુષોત્તમ ફાર્સમનો વહીવટ યોગ્ય રીતે થાય તે માટે જિલ્લા રજિસ્ટ્રારને કમિટીની નિમણૂક કરવા મોટા માથા ઓ દ્વારા ભલામણ કરવામાં આવી હતી, આ ભલામણને આધારે જિલ્લા રજિસ્ટ્રારે યોગ્ય માર્ગદર્શન લઈ 13 સભ્યોની એક કમિટીની નિમણૂક કરી હતી પુરુષોત્તમ ફાર્મસમાં કરાયેલી કમિટીની નિમણૂકને જયેશ શંકર પટેલે હાઈકોર્ટમાં પડકારી હતી.
13 સભ્યોની બનાવાયેલી કમિટી સામે કોર્ટે સ્ટે આપી દીધો
વર્ષ 2018 માં હાઈકોર્ટે સ્ટેટસ એટલે કે યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હોવા છતાં ન્યાય પાલિકાની ઉપરવટ જઈને જિલ્લા રજિસ્ટ્રારે કમિટી બનાવતા હાઈકોર્ટે અરજદારનું હિત ધ્યાને લઈ કમિટીની નિમણૂક સામે સ્ટે આપ્યો છે. 13 સભ્યોની બનાવાયેલી કમિટી સામે કોર્ટે સ્ટે આપી દીધો હતો. હાઈકોર્ટ આ તમામ બાબતોને ગભીરતા લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્મસમાં ૨૦૧૮થી હાઈકોર્ટનો સ્ટે ચાલી આવતો હોવાથી ચૂંટણી થઈ શકે તેમ નહીં હોવાથી વીતેલા ચાર વર્ષથી મંડળીનો વહીવટ ખોરંભે ચઢ્યો હતો.
આગામી તારીખ સુધી સ્ટે આપવામાં આવ્યો હતો.
આ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયકના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 નીકલમ161ની જોગવાઈ ઓનો ઉપયોગ કર્યો હતો અને 23 ઓગસ્ટ, 2022ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું હતું કે કાયદાની કલમ 81ની જોગવાઈઓ અમલમાં નથી. 3  ઓગસ્ટ, 2018  થી 3 માર્ચ, 2023 સુધી લાગુ થશે. 6 ઓગસ્ટ 2022ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર સુરતે પૂર્વ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ દ્વારા જારી કરાયેલ ભલામણ પત્રના આધારે પુરુષોત્તમ ફાર્મર્સ ની વહીવટી સમિતિમાં 13 સભ્યોની નિમણૂંક કરવાનો આદેશ જારી કર્યો હતો. 23 ઓગસ્ટ 2022ના રોજ જારી કરાયેલ અસ્પષ્ટ નોટિફિકેશન તેમજ 6 ઓગસ્ટ, 2022ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જારી કરાયેલા આદેશને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી કારિયા દ્વારા 14 ફેબ્રુઆરી 2022 ના રોજ સુનાવણીની આગામી તારીખ સુધી સ્ટે આપવામાં આવ્યો હતો.હાલમાં વહીવટી કમિટી ના મનહર પટેલ, વસંત પટેલ, જે.કે.પટેલ, વાસુદેવ પટેલ સહિતના તમામ 13 સભ્યો ને બરખાસ્ત કરવાનો હુકમ નામદાર હાઇકોર્ટે કર્યો છે. જેને પગલે ઓલપાડ તાલુકામાં સહકારી ક્ષેત્રે ફરી ગરમાટો આવી ગયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.