કોંગ્રેસ વારંવાર વડાપ્રધાનશ્રીનું અપમાન કરી રહી છે: સંબિત પાત્રા
ગુજરાતમાં ચૂંટણી(Gujarat Election)રેલી દરમિયાન કોંગ્રેસ(Congress)અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge)વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું અને ભાજપ આક્રમક બની. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને રાવણ કહેવુ ઘોર અપમાન છે. આ પહેલા પણ કોંગ્રેસના નેતાàª
ગુજરાતમાં ચૂંટણી(Gujarat Election)રેલી દરમિયાન કોંગ્રેસ(Congress)અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge)વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું અને ભાજપ આક્રમક બની. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને રાવણ કહેવુ ઘોર અપમાન છે. આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનશ્રીનું અપમાન કરી ચુક્યા છે. સૌથી પહેલા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સૌદાગર કહ્યા હતા. સંબિત પાત્રાએ વધુમાં કહ્યુ કે, આખરે પીએમ મોદીને અપમાનિત કરીને આ લોકોને શું મળે છે.
દેશના ભાગલા પાડનારા લોકો પીએમ મોદીને ગાળો આપે છે: સંબિત પાત્રા
આ પહેલા સુબોધકાંત સહાયે મોદીનું હિટલરની જેમ મૃત્યુ થવાનું કહ્યું હતું. કોંગ્રેસના જુદા-જુદા નેતાઓએ પીએમ મોદીને યમરાજ અને વાનર જેવા ઉપનામો પણ આપ્યા હતા. દેશના ભાગલા પાડનારા લોકો પીએમ મોદીને ગાળો આપે છે. સંબિત પાત્રાએ કહ્યુ કે, તમામ ગુજરાતીઓને અપીલ છે કે જે પક્ષના પ્રમુખે મોદીનું અપમાન કર્યું છે તે તમામે આ પાર્ટીને પાઠ ભણાવવો જોઈએ અને ગુજરાતીઓએ ઘરની બહાર નીકળીને લોકશાહી ઢબે કોંગ્રેસ સામે મતદાન કરીને બદલો લેવો જોઈએ.
આ માત્ર મોદીજીનું જ નહીં પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન છે: સંબિત પાત્રા
સંબિત પાત્રાએ કહ્યું કે આજે સમગ્ર દેશ અને ગુજરાત પરેશાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ માત્ર નરેન્દ્ર મોદીજીનું અપમાન નથી, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન છે. ગુજરાતની જનતા કોંગ્રેસને પાઠ ભાણાવશે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલ ગાંધીનું નિવેદન પણ છે.
મલ્લિકાર્જુન ખડગેએ ગરીબી અને ચા વેચવાની સ્થિતિને લઈને વડાપ્રધાન પર નિશાન સાધ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન મોદી સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકો હોંશિયાર છે. વડનગરના રેલવે સ્ટેશને ચા વેચવાથી લઈને વડાપ્રધાનના પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદી અવારનવાર તેમના સંઘર્ષ, ગરીબી અને ચા વેચવાની સ્થિતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સીધું જ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો- પહેલા નણંદ અને હવે સસરા પણ રીવાબાની વિરુદ્ધમાં , કોંગ્રેસના ઉમેદવારને ભાઇ ગણાવી તેને જીતાડવા કરી અપીલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement