Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાજ્યા મેઘ વરસ્યા નહી! આમ આદમી પાર્ટીના 125થી વધુ ઉમેદવારોએ ડિપોઝીટ પણ જપ્ત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Election 2022)પરિણામો સામે આવી ચુક્યા છે. એક તરફ સોશિયલ મીડિયામાં છવાયેલી અને પોતાના સરકાર બનશે તેવો દાવો કરતી AAP ગુજરાતમાં કંઈ ખાસ ઉકાળી શકી નહી. મફતની રેવડી વહેંચવા નિકળાલા આપના ઉમેદવારો પોતાના ડિપોઝિટ પણ બચાવી શક્યા નહી.AAP જનતાએ જાકારો આપ્યો ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારનારી આમ આદમી પાર્ટીને ગુજરાતની ખમીરવંતી જનતાએ જાકારો આપ્યો છે.
ગાજ્યા મેઘ વરસ્યા નહી  આમ આદમી પાર્ટીના 125થી વધુ ઉમેદવારોએ ડિપોઝીટ પણ જપ્ત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Election 2022)પરિણામો સામે આવી ચુક્યા છે. એક તરફ સોશિયલ મીડિયામાં છવાયેલી અને પોતાના સરકાર બનશે તેવો દાવો કરતી AAP ગુજરાતમાં કંઈ ખાસ ઉકાળી શકી નહી. મફતની રેવડી વહેંચવા નિકળાલા આપના ઉમેદવારો પોતાના ડિપોઝિટ પણ બચાવી શક્યા નહી.
AAP જનતાએ જાકારો આપ્યો 
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારનારી આમ આદમી પાર્ટીને ગુજરાતની ખમીરવંતી જનતાએ જાકારો આપ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના 125થી વધુ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે.
સોશિયલ મીડિયામાં વિચિત્ર દાવા કરતી AAP
સોશિયલ મીડિયામાં છવાઈને ગુજરાતમાં વિચિત્ર દાવા કરતી આમ આદમી પાર્ટીને પોતાના દાવાથી વિપરિત પરિણામ મળ્યું છે. ગુજરામાં કુલ મતદાનમાં આમ આદમી પાર્ટીને માત્ર 12.9% મતો જ મળ્યા છે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડિપોઝિટ બચાવવાના પણ ફાંફા પડી ગયા છે.
તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના 44 ઉમેદવારોએ પણ ડિપોઝીટ ગુમાવી છે જ્યારે ગુજરાતના 20 જિલ્લાઓમાં તો કોંગ્રેસ પાર્ટીનું ખાતુ જ ખુલ્યું નથી. બીજી તરફ ગત ચૂંટણીમાં અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભા સીટો જીતનારી કોંગ્રેસ આ વખતે અમરેલીમાં એક પણ સીટ જીતી શકી નથી.

Advertisement
Tags :
Advertisement

.