Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં ફેરફાર, જુનિયર કલાર્કની પરીક્ષા હવે આ તારીખે લેવાશે

તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં ફેરફાર જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર 8 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા 29 જાન્યુઆરીએ યોજાશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાà
તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં ફેરફાર  જુનિયર કલાર્કની પરીક્ષા હવે આ તારીખે લેવાશે
  • તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં ફેરફાર 
  • જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર 
  • 8 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા 29 જાન્યુઆરીએ યોજાશે 
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
29 જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા 
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.