Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક જ પરિવારના ત્રણ સભ્યો પર ભૂંડનો હુમલો, ધારાસભ્યએ પીડિત પરિવારની મુલાકાત લીધી

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વ્યાસડા ગામે ખેતરમાં ઘાસચારો કાપવા ગયેલા 75 વર્ષિય વૃદ્ધ ખેડૂત પર જંગલી ભુંડનો હુમલો કર્યો છે. પોતાના ભાઇના બચાવમાં ગયેલા પરિવારના ભાઇ-ભત્રીજાને પણ હુમલો કરી ભૂંડે ઘાયલ કર્યા  છે. એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે, ભૂંડ ના હુમલા ના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સરકાર પાસે વળતરની તેમજ જંગલી વન્ય પ્રાણીઓનો બંદોબસ્ત કરવા માંગ ઉઠ
એક જ પરિવારના ત્રણ સભ્યો પર ભૂંડનો હુમલો  ધારાસભ્યએ પીડિત પરિવારની મુલાકાત લીધી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વ્યાસડા ગામે ખેતરમાં ઘાસચારો કાપવા ગયેલા 75 વર્ષિય વૃદ્ધ ખેડૂત પર જંગલી ભુંડનો હુમલો કર્યો છે. પોતાના ભાઇના બચાવમાં ગયેલા પરિવારના ભાઇ-ભત્રીજાને પણ હુમલો કરી ભૂંડે ઘાયલ કર્યા  છે. એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે, ભૂંડ ના હુમલા ના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સરકાર પાસે વળતરની તેમજ જંગલી વન્ય પ્રાણીઓનો બંદોબસ્ત કરવા માંગ ઉઠી છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સ્થળ અને પીડિત પરિવારજનોની મુલાકાત લઈ સમગ્ર ઘટના અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી.
બચાવવા જતાં અન્ય સભ્યો પર હુમલો
કાલોલ તાલુકાના વ્યાસડા ગામની સીમમાં સોમવારે સવારે નવ દશ વાગ્યાના સુમારે સીમમાં કોતર વિસ્તારમાં રહેતા 75 વર્ષિય રતનસિંહ શિવાભાઈ પરમાર તેમના ખેતરમાં ઘાસચારો કાપીને ઘાસચારો  ઘર તરફ લઈ પરત ફરી રહ્યા હતા એસમયે સામેથી આવતા એક જંગલી ભુંડે વૃદ્ધ ખેડૂત પર હુમલો કરીને ઘાસચારાના ભારા સાથે પટકીને વૃદ્ધના શરીરને બચકાં ભરીને આક્રમક હુમલો કરી દીધો હતો. જેથી ભુંડના હુમલાથી ભયભીત બનેલા વૃદ્ધ ખેડૂતે બુમાબુમ કરી હતી જેને લઈ  તેમના ભાઈ રમણભાઈ શિવાભાઈ પરમાર અને ભત્રીજો શૈલેષભાઈ રમણભાઈ પરમાર બન્ને બચાવમાં દોડી ગયા હતા અને ભુંડને ભગાવવા માટે પ્રયાસ  કરી રહ્યા હતા. પરંતુ ખુંખાર બનેલા ભુંડે ભત્રીજા પર પણ હુમલો કરીને આક્રમક બની ભાઈ ભત્રીજાને પણ બચકાં ભરી લીધાં હતા.
સારવાર માટે ગોધરા ખસેડાયા
ભુંડના હુમલાની ઘટના અંગે જાણ થતાં  આસપાસના ખેતરોમાં કામ કરતા અન્ય ખેડૂતોએ દોડી આવીને બધા ખેડૂતોએ મળીને  યેનકેન પ્રકારે ભુંડને ભગાવ્યો હતો. આમ જંગલી ભુંડના હુમલાનો ભોગ બનેલા 75 વર્ષિય રતનસિંહ શિવાભાઈ પરમારના પેટનો ભાગ ફાડી ખાધો હોવાને કારણે ફસડાઈ પડ્યા હતા, જ્યારે બચાવમાં ગયેલા તેમના ભાઈ- ભત્રીજાને પણ હાથ પગે બચકાં ભરી લેતા બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા  ગામલોકો ઘટના સ્થળે દોડી જઈને 108 એમ્બ્યુલન્સને જાણ કરી તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ધારાસભ્યએ મુલાકાત કરી
સમગ્ર ઘટનાની જાણ થતાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાને વ્યાસડા ગામ ખાતે દોડી જઇ પીડિત ખેડૂત પરિવારની મુલાકાત કરી તેઓને સાંત્વના આપી હતી, તેમજ સરકારમાં સમગ્ર ઘટના અંગે રજુઆત કરવાની ખાતરી આપી હતી, ત્યારે ગામના સરપંચે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા એક ઠરાવ કરી ફોરેસ્ટ વિભાગ તેમજ સરકારમાં આ અંગે રજુઆત કરી પીડિત ખેડૂતને વળતર મળે તે માટે ની રજુઆત કરીશું અને જંગલી પ્રાણીઓનું બંદોબસ્ત કરવા માટે પણ સરકારમાં રજુઆત કરીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.