Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પ્રચારમાં પ્રાણ પૂરવા ભાજપની 'ગુજરાત ગૌરવ યાત્રા', 144 બેઠકો થઇ શકે છે પ્રભાવિત

રાજ્યમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) થવાની છે. આવી સ્થિતિમાં ભાજપ (BJP) પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રાણ પૂરવા માટે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવાની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. તેવામાં ગુજરાત ગૌરવ યાત્રા રાજ્યની જનતાને ભાજપા તરફ ખેંચે તેવી પૂરી સંભાવના છે. રાજ્યમાં વિધà
ચૂંટણી પ્રચારમાં પ્રાણ પૂરવા ભાજપની  ગુજરાત ગૌરવ યાત્રા   144 બેઠકો થઇ શકે છે પ્રભાવિત
રાજ્યમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) થવાની છે. આવી સ્થિતિમાં ભાજપ (BJP) પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રાણ પૂરવા માટે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવાની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. તેવામાં ગુજરાત ગૌરવ યાત્રા રાજ્યની જનતાને ભાજપા તરફ ખેંચે તેવી પૂરી સંભાવના છે. 
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. સૂત્રોની માનીએ તો વડાપ્રધાનશ્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહથી લઇને કેન્દ્રીય નેતાઓ પણ રાજ્યમાં જનતાને ભાજપા સરકાર દ્વારા કરવામાં આવેલી લોક કલ્યાણકારી નીતિઓ વિશે જણાવવા આવી રહ્યા છે. તેવામાં આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 10 દિવસની આ યાત્રા રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 144 બેઠકો પરથી પસાર થશે. પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ, પ્રથમ બે યાત્રાઓ મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાનો મઢ સુધી જશે. બહુચરજીમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર છે. 
Advertisement

બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી અમદાવાદના સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. સાથે જ પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આમાંથી કેટલીક યાત્રાઓને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં સામેલ થશે. 
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ મુલાકાતોમાં હાજરી આપે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને હજારો કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી ચૂક્યા છે. પાર્ટી આ પ્રવાસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે. આ અંતર કાપતી વખતે જે વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થશે તે મોટાભાગે આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. આદિવાસી બહુલ વિસ્તારોની બેઠકો પર કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે.
Tags :
Advertisement

.