હવે ખરો જંગ શરુ, ભાજપ આવતીકાલથી કરશે 'કાર્પેટ બોમ્બિગ'
ભાજપનો આવતીકાલથી પ્રચંડ પ્રચારકાર્પેટ બોમ્બિગ કરી રુપે એક સાથે કાર્યક્રમ કરી માહોલ બનાવશે ભાજપપ્રથમ તબક્કાની 89 બેઠકો પર આવતીકાલે સભાઓ25 કરતા વધુ કેન્દ્રીય નેતાઓ એક સાથે ગુજરાતમાં કરશે પ્રચારગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પ્રચારનો ધમધમાટ શરુ થઇ ગયો છે ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ને પછાડવા માટે ભાજપે (BJP) કાર્પેટ બોંમ્બિગ પ્લાન કર્યો છે. કા
- ભાજપનો આવતીકાલથી પ્રચંડ પ્રચાર
- કાર્પેટ બોમ્બિગ કરી રુપે એક સાથે કાર્યક્રમ કરી માહોલ બનાવશે ભાજપ
- પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આવતીકાલે સભાઓ
- 25 કરતા વધુ કેન્દ્રીય નેતાઓ એક સાથે ગુજરાતમાં કરશે પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પ્રચારનો ધમધમાટ શરુ થઇ ગયો છે ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ને પછાડવા માટે ભાજપે (BJP) કાર્પેટ બોંમ્બિગ પ્લાન કર્યો છે. કાર્પેટ બોમ્બિગ (Carpet Bombing) મુજબ પહેલા તબક્કાની 89 બઠકો માટે આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત ભાજપના રાષ્ટ્રીય અને ગુજરાતનાનેતાઓનો એક સાથે પ્રચાર શરુ થશે.
ભાજપનીખાસ રણનીતિ
ચૂંટણીમાં હરિફ પક્ષોને પછાડવા માટે ભાજપ દર વખતે ખાસ રણનીતિ સાથે આગળ વધે છે અને છેક છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસ કરે છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે ફરી એક વાર સત્તા હાંસલ કરવા માટે આ વખતે પણ ખાસ રણનીતિ ઘડી છે અને પ્લાન મુજબ કાર્પેટ મોમ્બિગ કરીને ચારે બાજુ ભાજપની ચર્ચા થાય અને ભાજપ તરફી વાતાવરણ ઉભુ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
89 બેઠકો પર કાર્પેટ બોમ્બિગ
આવતીકાલથી ભાજપનો આક્રમક ચૂંટણી પ્રચાર શરુ થશે જેમાં કાર્પેટ બોમ્બિગ કરીને એક સાથે અલગ અલગ સ્થળો પર વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરાશે. પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની 89 બેઠકો પર મતદાન થવાનું છે અને ત્યાં ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પણ શરુ કરી દીધો છે ત્યારે આ સ્થળોએ રાષ્ટ્રીય નેતાઓ પણ હવે જનસભા ગજવશે.
આ નેતાઓ સભા ગજવશે
પ્રાપ્ત માહિતી મુજબ આવતીકાલથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઇરાની અને ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના 25થી વધુ નેતાઓ એક સાથે આ 89 બેઠકો પર પ્રચાર કરશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસમાં 20થી વધુ જનસભાને સંબોધશે.
દરેક સ્થળે રેલીઓ
ભાજપના વરિષ્ટ નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓની ઓછામાં ઓછી 3 વિધાનસભામાં બેઠકમાં જાહેરસભા ગોઠવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની પણ જાહેરસભાઓ ગોઠવાશે. દરેક વિધાનસભા બેઠકમાં રેલીઓ યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે તમામ સ્થળોએ વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રચાર કરીને ભાજપ માટે ખાસ માહોલ બનાવાનું આયોજન કરાયું છે.
સુરતમાં નેતાઓ સભા ગજવશે
સુરતમાં હરીફ પક્ષોને પડકાર આપવા માટે ભાજપે ખાસ આયોજન કર્યું છે અને આવતીકાલથી ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો સુરતમાં ધામા નાખશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ, માહારાષ્ટ્રના ડે.સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર અને પુરુષોત્તમ રૂપાલા તથા રાજ્યના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સુરત પહોંચશે. આ નેતાઓ આવતીકાલે શુક્રવારે સાંજે સુરતની પાંચ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે.યોગી આદિત્યનાથ અને દેવેન્દ્ર ફડણવીસ લીંબાયત વિધાનસભામાં સભા કરશે જ્યારે ભુપેન્દ્ર પટેલ મજુરા વિધાનસભામાં સભા સંબોધશે. પુરુષોત્તમ રૂપાલા વરાછા વિસ્તારમાં પાટીદારોને સંબોધશે અને અનુરાગ ઠાકુર સુરત પશ્ચિમ વિધાનસભામાં હાજરી આપશે, જ્યારે નીતિન પટેલ ઉધના વિધાનસભામાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--મધુ શ્રીવાસ્તવે ફરી ઝેર ઓક્યું - મારા કાર્યકરનો કોઇ કોલર પકડશે તો ઘરમાં જઇ ગોળી મારી દઇશ
Advertisement