Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election)પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે(Amit Shah)મહુધામા (Mahudhama)જાહેરસભાને સંબોધિત કરી હતી. ગુજરાતના ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ : અમિત શાહગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. ત
ગુજરાતના ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ   કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election)પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે(Amit Shah)મહુધામા (Mahudhama)જાહેરસભાને સંબોધિત કરી હતી. 

ગુજરાતના ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ : અમિત શાહ

Advertisement

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મહુવામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવલ પર પણ શબ્દો નો આકરો પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં મેઘા પાટેકર જોડાઈ છે. મેધા પાટકરે ગુજરાતને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે.

ગૃહપ્રધાનશ્રીએ  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા

Advertisement

અમરેલીના જાફરાબાદમાં ગૃહપ્રધાનશ્રી અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. તેમણે બંને પાર્ટીઓને ગુજરાત વિરોધી ગણાવી. અમિત શાહે મેધા પાટકર મુદ્દે રાહુલ ગાંધી અને કેજરીવાલને ઘેર્યા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે.  તેઓ પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ચાલે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે તો ગુજરાત વિરોધી મેધા પાટકરને ચૂંટણીની ટિકિટ પણ આપી હતી. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર વિરોધી મેધા પાટકરને પ્રજા ક્યારેય માફ નહીં કરે.

Advertisement

ભાવનગરના તળાજામાં અમિતભાઈ શાહએ સભા સંબોધતા શું  કહ્યું

ગૃહપ્રધાનશ્રી અમિત શાહે ભાવનગરના તળાજામાં સભા સંબોધતા કહ્યુ કે, પહેલા પાણીની ખૂબ જ સમસ્યા હતી. જો કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ 24 કલાક વીજળી અને પાણીની સુવિધા મળતી થઇ છે. ભાજપે દોઢ લાખ કરતા વધારે ચેકડેમ બનાવી ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તેવી સુવિધા કરી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે સરદાર સરોવર યોજનાને રોકી રાખી હતી. પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઉપવાસ પર બેસી ગયા તેથી ગુજરાતની જનતાને નર્મદાનું પાણી હાલ મળી રહી છે.

ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું ;ગૃહપ્રધાનશ્રી 

તો વધુમાં અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું.  ભાજપ સરકારે સમગ્ર ગુજરાતમાંથી માફિયાઓને સાફ કર્યા. હવે ગુજરાતમાં એક જ દાદા છે અને તે છે હનુમાન દાદા.તો વધુમાં કહ્યું કે, નર્મદા યોજનાના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી પહોંચ્યુ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.