Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લીના ટંટોઇ ગામે ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા ટીંટોઈ ગામના ખેડૂતનું રાત્રી દરમિયાન પાણી વાળવા જતા ઠંડીથી કરૂણ મોત નીપજ્યું છે.  સરકાર દ્વારા કડકડતી ઠંડીમાં રાત્રીના બદલે દિવસે સિંચાઈ માટે વીજળી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે સવાર સુધી ખેડૂત ઘરે ન આવતા તપાસ કરી, તો ખેતરમાં મૃત હાલતમાં મળ્યા  અરવલ્લી જિલ્લાની અંદર  હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટીંટોàª
અરવલ્લીના ટંટોઇ ગામે ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોત
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા ટીંટોઈ ગામના ખેડૂતનું રાત્રી દરમિયાન પાણી વાળવા જતા ઠંડીથી કરૂણ મોત નીપજ્યું છે.  સરકાર દ્વારા કડકડતી ઠંડીમાં રાત્રીના બદલે દિવસે સિંચાઈ માટે વીજળી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે 
સવાર સુધી ખેડૂત ઘરે ન આવતા તપાસ કરી, તો ખેતરમાં મૃત હાલતમાં મળ્યા 
 અરવલ્લી જિલ્લાની અંદર  હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના વતની અને આધેડ ખેડૂત લવજીભાઈ વીરસંગભાઈ ઉંમર વર્ષ આશરે 57, જેઓ મોડીરાત્રીએ વીજળી આવતી હોવાના કારણે મોડી રાત્રે પોતાના ખેતરમાં  ઘઉંના પાકમાં પાણી વાળવા ગયા હતા જ્યાં તેમનું ઠંડીના કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે જ્યારે પોતાના ઘરના મોભી ઘરે પરત ન આવતા ઘરના સભ્યો દ્વારા ખેતરમાં જઈને તપાસ કરતા આ આધેડ ખેડૂત મૃત હાલતમાં મળી આવ્યા હતા, મોડી રાત્રિએ વીજળી આવતી હોવાના કારણે ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં પાણી વાળવા મજબૂર બન્યા છે જેની લઈ ખેડૂતોમાં સરકાર સામે રોષ ભભૂકીઉઠ્યો છે.  મોડી રાત્રે ઠંડીમાં પાણી વાળવા ગયેલા આધેડ ખેડૂતનું ઠંડીના કારણે પોતાના જ ખેતરમાં કરુણ મોત નીપજ્યું હતું. મોડી રાત્રે વીજળી અપાતી હોવાના કારણે ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા મોડીરાત્રીના વીજળી આપવાને બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

અગાઉ પણ ખેડૂતોએ દિવસે વીજળી આપવા વીજ કચેરીએ રજૂઆત કરેલી છે 
હાલ શિયાળુ સીઝનમાં જિલ્લામાં ખેડૂતોએ સૌથી વધુ ૭૯ હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે હાલ પાકની સ્થિતિ પણ સારી છે પરંતુ સારા ઉત્પાદન માટે ઘઉંના પાકને સીઝનમાં પાંચ થી છ વખત પાણી આપવું પડતું હોય છે ત્યારે પાણી આપવા સમયે વીજ કંપની દ્વારા હાલ ત્રણ પાળીમાં વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં રાત્રિનો પણ સમાવેશ થાય છે ત્યારે રાત્રીના વારા વાળા ખેડૂતો માટે ખુબજ તકલીફ અને ઉજાગરા વેઠી પાણી વાળવા મજબુર બનવું પડે છે 
લઘુતમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહે છે 
મોડા-મોડા શરુ થયેલી ઠંડીનો ચમકારો હાલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે જિલ્લામ હાલ ઠંડીનો પારો ૧૦ ડિગ્રી આસપાસ રહેતા રાત્રી તેમજ વહેલી પરોઢે ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે જેના કારણે આવી કડકડતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે રાત્રે અને વહેલી પરોઢે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહયા છે પણ ખેડૂતોને પોતાના પાકની ચિંતાને કારણે આવી ઠંડી માં પણ પાણી વાળવા મજબુર થવું પડી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.