Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોરવાડ ગામની પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરીત થતાં બાળકોને ભણવાની મુશ્કેલી પરતું તંત્ર ઘોર નિદ્રામાં

રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકો ને સારું શિક્ષણ મળી રહે એ માટે લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈ અલગ જોવા મળી રહી છે જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના ચોરવાડ ગામે શાળા નું મકાન જર્જરિત હાલત માં હોઈ અને બાળકો એ ગામના દાતાના સહયોગ થી બનાવેલ પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબુર બનવું પડ્યું છે.ઠંડીમાં ખુલામ
ચોરવાડ ગામની પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરીત થતાં બાળકોને ભણવાની મુશ્કેલી પરતું તંત્ર ઘોર નિદ્રામાં
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકો ને સારું શિક્ષણ મળી રહે એ માટે લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈ અલગ જોવા મળી રહી છે જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના ચોરવાડ ગામે શાળા નું મકાન જર્જરિત હાલત માં હોઈ અને બાળકો એ ગામના દાતાના સહયોગ થી બનાવેલ પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબુર બનવું પડ્યું છે.
ઠંડીમાં ખુલામાં બેસીને ભણે છે બાળકો
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે શિક્ષણ વિભાગ દ્વારા શાળા તો શરૂ કરવામાં આવી છે પરંતુ વર્ષ 2011-12ની સાલમાં બનાવામાં આવેલ શાળાનું મકાન જર્જરિત હાલતમાં થઈ જતા શાળાના આચાર્ય દ્વારા ગામના દાતાનો સહયોગ લઈ શાળા કેમ્પસ માં પતરાનો શેડ બનાવી છેલ્લા કેટલાય સમયથી ધોરણ 1 થી 5 ના 100થી વધુ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે કેટલીય વાર તાલુકા અને જિલ્લા સ્તરે આચાર્ય દ્વારા કરવામાં આવેલ રજુઆત પોકળ સાબિત થતા મકાન જર્જરિત હાલતમાં રહેતા ઠંડીમાં પણ બાળકો ખુલ્લામાં બેસવા મજબુર બન્યા છે જેને લઈ વિદ્યાર્થીઓ પણ નવા ઓરડા બાવવાની માંગ કરી રહ્યા છે.

શાળાના નવા બિલ્ડીંગની માંગ
ચોરવાડ ગામની શાળા જર્જરિત હાલતમાં હોઈ જે બાબતની રજુઆત શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ગામના આગેવાનોને રજુઆત કરતા ગામના દાતાઓ દ્વારા શાળા કેમ્પસમાં પતરાનો શેડ બનાવી આપી પોતાના ગામના બાળકોને હાલ શિક્ષણ મળી રહે એ માટે પ્રયત્ન કર્યો છે ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ શાળામાં ભણતા 1 થી 5ના બાળકો માટે નવું મકાન બનાવી આપે એવી માંગ ગામના વાલીઓ કરી રહ્યા છે. એક તરફ ઠંડીનો માહોલ અને બાળકો ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ મજૂર કરવામાં તો આવે છે ત્યારે તાપીના સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે નવું મકાન બનાવી આપવામાં આવે તો આપણા દેશનું ભવિષ્ય ગણાતા બાળકોને સારું શિક્ષણ મળી રહે એમ છે ત્યારે ગ્રામીણ વિસ્તાર માં શાળાના ઓરડા ઓ સારી હાલતમાં હશે તો ખરેખર સૌ ભણે સૌ આગળ વધે નો નારો સાર્થક થશે.
11 વર્ષમાં બિલ્ડીંગ જર્જરિત બની ગયું
બીજી તરફ દેશ અને રાજ્યમાં હજુ ઘણી એવી ઇમારતો પણ જોવા મળે છે જે 50 થી 100 વર્ષથી વધુ વર્ષ થી અડીખમ છે પરંતું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે શાળાનું RCC પાક્કું મકાન જે વર્ષ 2011-12 બનાવમાં આવ્યું હતું પરંતુ હાલ આવી સ્થિતિમાં જોવા મળે છે કે જાણે આ મકાન 100થી વધુ વર્ષ જૂનું હોઈ પરંતુ આ શાળાનુ  મકાન માત્ર 11 વર્ષ જૂનું જેમાં શાળાના આ મકાનનાં ઉપરનો સલેબ એક તરફ નમી ગયો છે તો બીજી તરફ ઉપર ની ગેલેરી તિરાડ પડી નમી ગાઈ છે ત્યારે મકાનનાં ઓરડાની નીચે ની અમુક સ્ટાઈલો  સ્ટાઈલ લેવલથી એક ફુટ નીચે બેસી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે આ મકાન બનાવનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ દ્વારા વેઠ ઉતારવામાં આવેલ કામગિરી નાં સબૂત રૂપે પુરવા સાબિત કરી કરી રહ્યું છે માત્ર 11 વર્ષમાં જર્જરીત થયેલ શાળાનું નું મકાન ઓરડાઓ ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને દેશનાં  ઉજ્જવળ ભવિષ્ય ગણાતાં વિધાર્થીઓ ક્યારે નવી પાક્કી છત મળશે તે હવે જોવાનું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.