ભારે વિરોધ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 2017ની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપ વિરોધી ચળવળનો એક ચહેરો, અલ્પેશ ઠાકોર 2019મા ભાજપમાં જોડાયો હતો. તેઓ 2017મા કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા પરંતુ 2019મા પેટાચૂંટણીમાં તેઓ રાધનપુર બેઠક પરથી હારી ગયા હતા.ભારે વિરોધ àª
Advertisement
ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 2017ની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપ વિરોધી ચળવળનો એક ચહેરો, અલ્પેશ ઠાકોર 2019મા ભાજપમાં જોડાયો હતો. તેઓ 2017મા કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા પરંતુ 2019મા પેટાચૂંટણીમાં તેઓ રાધનપુર બેઠક પરથી હારી ગયા હતા.
ભારે વિરોધ વચ્ચે ગાંધીનગર દક્ષિણની બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉમેદવારોના નામ અંગે રવિવાર અને સોમવારે બે દિવસ બેઠકો યોજ્યા બાદ આખરે સોમવારે મોડી રાત્રે બાકીની 16 બેઠકોમાંથી વધુ 12 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં 2 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચાર વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને મહેમદાવાદ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. વિરોધ વચ્ચે ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય ડો.રાજુલ દેસાઈને પણ પાટણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ બંને બેઠકો પર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ અલ્પેશ વિરુદ્ધ બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
ભાજપે 178 બેઠકો માટે ઉમેદવારો કર્યા જાહેર
મહત્વનું છે કે, ભાજપે રાધનપુરથી લવિંગજી ઠાકોર અને હિમંતનગરથી વીજે ઝાલાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પાટણ અને ગાંધીનગરથી રાજુલબેન દેસાઈ અને રીટાબેન પટેલને ટિકિટ આપી છે. આ સિવાય બાબુ સિંહ જાધવ વટવાથી ચૂંટણી લડશે. શનિવારે પણ ભાજપે 6 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પણ બે મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. ધોરાજીમાંથી મહેન્દ્રભાઈ પંડલિયા, ખંભાળિયામાંથી મૂળુભાઈ બેરા, કુતિયાણામાંથી ધેલીબેન માલદેભાઈ, ભાવનગર પૂર્વમાંથી સેજલ રાજીવકુમાર પંડ્યા, દેડિયાપાડામાંથી હિતેશ દેવજી વાસવા અને ચોર્યાસીમાંથી સંદીપ દેસાઈનો સમાવેશ થાય છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં 14 મહિલાઓ હતી. જેમાં 13 SC અને 24 આદિવાસી ઉમેદવારો હતા. જેમાંથી 69 ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવામાં આવી હતી. ત્રીજી યાદી સાથે, ભાજપે 182 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે 178 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.