સુરત બાદ કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો, સુરતમાં 3.8 અને કચ્છમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુવાયો
સુરતમાં (Surat) મોડી રાત્રે ભૂકંપનો (Earthquake) આચંકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં ગત મોડી રાતના 12:51 વાગ્યે 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો
Advertisement
સુરતમાં (Surat) મોડી રાત્રે ભૂકંપનો (Earthquake) આચંકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં ગત મોડી રાતના 12:51 વાગ્યે 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ દેખાયો હતો. જોકે ભૂકંપને કારણે કોઈ નુકસાની થઈ નથી.
- સુરત બાદ કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. તેમજ અમરેલી જિલ્લામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઊઠ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસોથી વિવિધ ભાગોમાં નાના-નાના ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યાં છે. સુરત, અમરેલી, કચ્છના ભચાઉ અને દુધઈ, ગોંડલમાં છેલ્લા થોડાં દિવસોથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યાં છે. પહેલા સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા હતા પણ હવે દક્ષિણ ગુજરાતમાં આંચકો અનુભવાતા લોકોમાં ચિંતાનો માહોલ દેખાયો છે.
ઉલ્લેખનીય છે કે, તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 24,680ના લોકોના મોત થયા છે તો 85,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તુર્કીના 10 રાજ્યોમાં 3 મહિના માટે ઇમરજન્સી જાહેર કરાઈ છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આવનારા ભૂકંપના આંચકાથી લોકોમાં ચિંતા વધારે છે.
બીજી તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામ છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત ભુકંપના આંચકાઓ સહન કરી રહ્યું છે. આ ગામના લોકો ભૂકંપ આંચકાઓના ભયથી હાડ ગાળતી ઠંડીમાં પણ બહાર સુવા મજબૂર બન્યા હતા અને આજુબાજુના ઘણાં ગામોની આ પણ આ જ હાલત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.