Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10 દિવસમાં આગના 3 બનાવો અને 5 જિંદગી હોમાયા બાદ ખુલી AMCની આંખો, ફાયર સ્ટેશનની લીધી સરપ્રાઇઝ વિઝિટ

- નિકોલ ફાયર સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ - વિઝિટમાં પાંચ જેટલા પદાધિકારીઓ થતા ડે.કમિશનર પણ જોડાયા - આગની વધતી ઘટનાઓ પર કાબુ મેળવવાના મુદ્દા પર ભાર મુકાયો નવા વર્ષમાં હજુ 10 દિવસ વીત્યા છે અને એટલામાં  અમદાવાદમાં 3 જગ્યા એ આગના બનાવ બની ચૂક્યા છે..જેમાં પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે.  થોડા દિવસ પેહલા જ શાહીબાગમાં લાગેલી આગમાં પ્રાંજલ જીવતી બળી ગઈ હતી. જેમાં અનેક આક્ષેપ કરવામાં આવ્યા કે ફાયર વàª
10 દિવસમાં આગના 3 બનાવો અને 5 જિંદગી હોમાયા બાદ ખુલી amcની આંખો  ફાયર સ્ટેશનની લીધી સરપ્રાઇઝ વિઝિટ
- નિકોલ ફાયર સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ 
- વિઝિટમાં પાંચ જેટલા પદાધિકારીઓ થતા ડે.કમિશનર પણ જોડાયા 
- આગની વધતી ઘટનાઓ પર કાબુ મેળવવાના મુદ્દા પર ભાર મુકાયો 
નવા વર્ષમાં હજુ 10 દિવસ વીત્યા છે અને એટલામાં  અમદાવાદમાં 3 જગ્યા એ આગના બનાવ બની ચૂક્યા છે..જેમાં પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે.  થોડા દિવસ પેહલા જ શાહીબાગમાં લાગેલી આગમાં પ્રાંજલ જીવતી બળી ગઈ હતી. જેમાં અનેક આક્ષેપ કરવામાં આવ્યા કે ફાયર વિભાગ ની બેદરકારી હતી..સાથે જ ફાયર વિભાગ ની હાઇડ્રોલીક સીડી ખુલી ન હતી..જેવા આક્ષેપ ફાયર વિભાગ પર કરવામાં આવ્યા હતા. હવે આગની ઘટનાઓ મામલે હાઇકોર્ટની ટકોર બાદ amc ની આંખો ખુલી  છે. અને  હવે amc દ્વારા ફાયરના અત્યાધુનિક સાધનો તેમજ ફાયર સ્ટેશનની સપ્રાઈઝ વિઝીટ લેવામાં આવશે.જેમાં આજ રોજ નિકોલ ખાતેના ફાયર સ્ટેશન ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પાંચ પદાધિકારીઓ સાથે જ ડેપ્યુટી કમિશનર રમેશ મેરજા દ્વારા પણ ફાયર સ્ટેશન અને હાઇડ્રોલિક સીડીની કેવી સ્થિતિ છે તેની ચકાસણી કરવામાં આવી.
આ દરમ્યાન મેયર,ડેપ્યુટી મેયર ,વિપક્ષના નેતા અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હાજર રહ્યા હતા.આગની ઘટનાઓ અટકાવવા તમામ લોકોએ તેમના ફ્લેટમાં લગાવેલા ફાયરના સાધનો કેમ ચાલવા તેની ટ્રેનિંગ લેવી જોઈએ તે બાબત પર ભાર મુકાયો સાથે જ જો આગ લાગે તો કેવા પગલાં ભરવા તેનું પણ સૂચન ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવ્યું. શહેર સ્માર્ટ સીટીની હરોળમાં હરણફાળ ભરી રહ્યું છે..અને છત્તા પણ જો સામાન્ય આગમાં આપણે લોકોના જીવ ગુમાવવા પડે તો ખુબ ખરાબ સ્થિતિ કહેવાય તે વાત ચર્ચાનો વિષય બનેલી છે.. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું કે ફાયર વિભાગ તમામ સાધનોથી સજ્જ છે.. અને જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. 
ફાયર વિભાગ કહે છે કે હાઇડ્રોલિક સીડી નો ઉપયોગ હાઈરાઈઝ બિલ્ડીંગમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે હોય છે..પરંતુ ઘણી વખત ટેક્નિકલ કારણોસર પણ ફાયરના સાધનો કામ કરતા નથી.હકીકત જે હોય તે પરંતુ હવે જયારે ઘોડા તબેલા માંથી છૂટી ગયા બાદ હવે કોર્પોરેશન તંત્ર તબેલાને તાળા બાંધવા જેવી કામગીરી કરી રહ્યું છે...હવે 3 જેટલી આગની ઘટનાઓમાં 5 લોકો હોમાઈ ગયા બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.