Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ શહેર પોલીસ નાના-છૂટક વેપારીઓને લોન અપાવવામાં કરશે સહાય, 3 દિવસનો કાર્યક્રમ યોજાશે

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત જે તે ડિવિઝનના અધિકારીઓ પ્રત્યક્ષ રીતે નાના વેપારીઓ, શાકભાજીવાળાઓ, લારીગલ્લા ધારકોને  મળીને વ્યાજખોરીના માયાજાળમાં ફસાતા અટકાવી તેમને બેંકના કર્મચારીઓની હાજરીમાં ઓન ધ સ્પોટ લોન અપાવવાની કામગીરી કરશે. અમદાવાદ શહેર પોલીસ આગામી 28 29 અને 30 જાન્યુઆરી સુધી 'મે વી હેલ્પ' નામનો કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને સહકારà«
અમદાવાદ શહેર પોલીસ નાના છૂટક વેપારીઓને લોન અપાવવામાં કરશે સહાય  3 દિવસનો કાર્યક્રમ યોજાશે
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત જે તે ડિવિઝનના અધિકારીઓ પ્રત્યક્ષ રીતે નાના વેપારીઓ, શાકભાજીવાળાઓ, લારીગલ્લા ધારકોને  મળીને વ્યાજખોરીના માયાજાળમાં ફસાતા અટકાવી તેમને બેંકના કર્મચારીઓની હાજરીમાં ઓન ધ સ્પોટ લોન અપાવવાની કામગીરી કરશે. અમદાવાદ શહેર પોલીસ આગામી 28 29 અને 30 જાન્યુઆરી સુધી 'મે વી હેલ્પ' નામનો કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંક, કોર્પોરેશન સાથે મળીને તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે...
બેંકના કર્મચારીઓને હાજર રાખીને લોનની સહાય  
અમદાવાદ શહેરના કુલ 48 જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં પ્રત્યેક પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમ યોજવામાં આવશે. સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારના નાના શાકભાજી, લારી ગલ્લા ધારકો ને સમજાવવાનો પ્રયાસ કરશે કે ઊંચા દરે વ્યાજે રૂપિયા ન લેવા જોઈએ. બેંકના કર્મચારીઓ પણ ઓન ધ સ્પોટ તેમના દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી લોનની સહાય અંગે માહિતગાર કરશે અને લોન આપવા માટેની પ્રક્રીયા કરશે. રસપ્રદ બાબતે છે કે આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપશે, અને તેમને સમજાવવા પ્રયાસ કરશે 

પોલીસ કમિશનર દ્વારા મેઘા લોક દરબારનું આયોજન
શુક્રવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મેઘા લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સાત ઝોન પ્રમાણે ડોમ ઉભા કરવામાં આવશે. જ્યાં લોકો તેમના ઝોન પ્રમાણે વ્યાજખોરને લગતી ફરિયાદ કરી શકશે. અમદાવાદ શહેરમાં વ્યાજખોરો સામે અત્યાર સુધી ૪૦થી વધારે ગુના નોંધવામાં આવી ચૂક્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.