Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી શરુ, તપાસનો ધમધમાટ

મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં જવાબદારો સામે કાર્યવાહી શરુ કરાઇ છે. રાજ્ય સરકારે રચેલી હાઇપાવર એસઆઇટીના સભ્યો આજે રાજકોટથી મોરબી પહોંચ્યા છે અને સ્થળ પર જઇને ઉંડી તપાસ શરુ કરી હતી. બીજી તરફ પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને ઓરેવા કંપની સાથે સંકળાયેલા 9 વ્યક્તિની અટકાયત કરી પુછપરછ શરુ કરી હતી. સરકારે હાઇપાવર કમિટી રચી હતીમોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં સરકારે રવિવારે રાત્રે જ હાàª
મોરબી દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી શરુ  તપાસનો ધમધમાટ
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં જવાબદારો સામે કાર્યવાહી શરુ કરાઇ છે. રાજ્ય સરકારે રચેલી હાઇપાવર એસઆઇટીના સભ્યો આજે રાજકોટથી મોરબી પહોંચ્યા છે અને સ્થળ પર જઇને ઉંડી તપાસ શરુ કરી હતી. બીજી તરફ પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને ઓરેવા કંપની સાથે સંકળાયેલા 9 વ્યક્તિની અટકાયત કરી પુછપરછ શરુ કરી હતી. 
સરકારે હાઇપાવર કમિટી રચી હતી
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં સરકારે રવિવારે રાત્રે જ હાઇપાવર કમિટી એસઆઇટીની જાહેરાત કરી હતી. 5 સભ્યોની આ તપાસ સમિતિમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર  IAS શ્રી રાજકુમાર બેનીવાલ, આર એન્ડ બી વિભાગના ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ કે એમ પટેલ, એલ.ડી એન્જિનિયરિંગ કૉલેજ એચઓડી સ્ટ્રક્ચરલ ડૉ. ગોપાલ ટાંક તથા માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા અને સી.આઈ.ડી ક્રાઈના આઇજી સુભાષ ત્રિવેદીનો સમાવેશ થાય છે. 
એસઆઇટી સ્થળ પર પહોંચી
સરકારે બનાવેલી  SITએ સોમવારે 12 વાગે સ્થળ પર જઇને તપાસ શરુ કરી હતી. ટેકિનકલ પાસાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે. 
પોલીસે 9 વ્યક્તિની અટકાયત કરી 
આ તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસે સમગ્ર ઘટના અંગે જવાબદારો સામે ગુનો નોંધ્યો હતો અને ઉંડી તપાસ શરુ કરી ઓરેવા કંપની સાથે સંકળાયેલા 9 વ્યક્તિની અટકાયત કરી હતી અને પૂછપરછ શરુ કરી હતી. પોલીસે પણ બ્રિજ પ્રબંધક અને  મેઇન્ટેનન્સ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ શરુ કરી હતી. પોલીસે બ્રિજના ટેકનિકલ પાસાઓ અંગે પણ તપાસ શરુ કરી હતી. 

પોલીસે ફરિયાદમાં શું જણાવ્યું
ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા  ઝુલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી અને તપાસમાં ખુલે તે તમામ લોકો સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી ખાતે મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર પુલ તુટી પડતા અનેક લોકોના મોત થયા હોય આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત, એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ, મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ દુર્ઘટના બની છે. આ પ્રકારની ફરિયાદ નોંધાયા બાદ હાલ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે 9 જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને ઉલટ તપાસ હાથ ધરી છે. 
જો કે આ 9 લોકો એન્જસીના જવાબદાર છે કે કેમ તેમજ આ ઘટનામાં તેની કેવી ભૂમિકા છે તેની સંપૂર્ણ તપાસ બાદ ચોક્કસ વિગતો જાહેર કરશે એવું પોલીસે જણાવ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી આખી રાત રહ્યા ખડે પગે
બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રવિવારે રાતથી જ સ્થળ પર ખડે પગે રહ્યા હતા અને બચાવ અને રાહત કાર્ય પર નજર રાખી ઇજાગ્રસ્તોને તુરત જ સારવાર મળે તેના પ્રયાસો કર્યા હતા. મુખ્યમંત્રી પણ સોમવારે સવારે સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ અને રાહત કાર્યની સમિક્ષા કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.