Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇ તાલુકાના બોરબાર ગામ પાસેથી પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો

ગત રાત્રિના  સમયે  વખતપુરા ગામના રહેવાસી ધીરજભાઈ પટેલે ગૌરક્ષક દીપકભાઈ કરસનભાઈ રબારીને ફોન કરી જણાવેલ કે, બારીપુરા વસાહતમાંથી એક પીક અપ ટેમ્પામાં મુંગા પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. મળેલી આ બાતમીનાં આધારે ગૌરક્ષક દીપકભાઈ કરસનભાઈ રબારીએ આ ટેમ્પાને ઝડપી પાડવાનો સમગ્ર તખતો ગોઠવી દીધો હતો.ગૌરક્ષકોએ ફિલ્મી ઢબે પીછો કરી ટેમ્પો ઝડપ્યોદીપકભાઈ રબારી જેઓ ડભોઈ તાલુકાન
ડભોઇ તાલુકાના બોરબાર ગામ પાસેથી પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો
ગત રાત્રિના  સમયે  વખતપુરા ગામના રહેવાસી ધીરજભાઈ પટેલે ગૌરક્ષક દીપકભાઈ કરસનભાઈ રબારીને ફોન કરી જણાવેલ કે, બારીપુરા વસાહતમાંથી એક પીક અપ ટેમ્પામાં મુંગા પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. મળેલી આ બાતમીનાં આધારે ગૌરક્ષક દીપકભાઈ કરસનભાઈ રબારીએ આ ટેમ્પાને ઝડપી પાડવાનો સમગ્ર તખતો ગોઠવી દીધો હતો.
ગૌરક્ષકોએ ફિલ્મી ઢબે પીછો કરી ટેમ્પો ઝડપ્યો
દીપકભાઈ રબારી જેઓ ડભોઈ તાલુકાનાં છત્રાલ મુકામે રહે છે. તેઓને વખતપુરાના ધીરજભાઈ પટેલે ફોન ઉપર આ બાતમી આપેલ.જે બાતમીના આધારે કોઠારા ગામે રહેતા તેમના મિત્ર ભાવેશભાઈ નાગજીભાઈ રબારી તથા વિરાજભાઈ નાગજીભાઈ રબારીને ફોન કરતા તેઓએ તાત્કાલિક સેજપુરા વસાહતની કેનાલ પાસે આવી વોચ ગોઠવી દીધી હતી. થોડીક જ ક્ષણોમાં બારીપુરા વસાહત બાજુથી બાતમી મુજબનો પીક અપ ટેમ્પો આવી પહોંચતા આ ત્રણે ગૌરક્ષકોએ તેને ઉભો રાખવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પીક-પના ચાલકે તેઓની પાસે ગાડી લઈ જઈ, પૂર ઝડપે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેથી આ ગૌરક્ષકોએ બાઈક ઉપર આ ગાડીનો પીછો કર્યો હતો. જેમાં તેઓને આ પીક-અપમાં ખીચો ખીચ પાંચ જેટલા પશુ ભરેલા નજરે પડ્યા હતા. જેના આધારે આ ગૌરક્ષકોએ કોઠારા ગામે રહેતા બીજા મિત્રો મિતેશભાઇ, ગૌરવસિંહ અને મૌલિકસિંહને પણ ફોન કરી ઠીકરીયા ગામની વસાત પાસે બોલાવી લેધા હતા .પરંતુ ટેમ્પા ચાલકે પીકઅપને બોરબાર તરફ વાળી દીધી હતી અને ત્યાં સમય સૂચકતાનો લાભ લઈ આ પિકઅપનો ચાલક પીક-અપ સ્થળ ઉપર મુકી ફરાર થઈ ગયો હતો. આ ગૌરક્ષકોએ આ પીક-અપ અંગે ડભોઈ પોલીસને જાણ કરી પશુઓ સાથે આ પીક-અપ ટેમ્પો પોલીસને સોંપી દીધો હતો. 
પીક-અપ ટેમ્પામાં ભરેલાં 5 જેટલા મૂંગા પશુઓને બચાવી લેવાયા 
આ સમગ્ર ઘટનામાં પોલીસનાં જવાનોએ વિગતે તલાસી લેતા તેમાંથી પાંચ મૂંગા નિર્દોષ પશુઓ મળી આવ્યા હતા જેમાં
  •  લાલ કલરનો ગીર જાતનો વાછરડો
  • ગૌવંશ જોતા કાળા સફેદ (કાબરો) એચએફ જર્સી જાતનો વાછરડો
  •  લાલ કલરનો વાછરડો ગીર જાતનો
  • ગૌવંશ જોતા કાળા સફેદ ( કાબરો) એચએફ જર્સી
  • લાલ રંગનો વાછરડો ગીર જાતનો
  • આમ પાંચ જેટલા મૂંગા પશુઓનો જીવ બચાવવામાં આવ્યો હતો અને એક પિકઅપ ટેમ્પો કબજે લેવામાં આવ્યો હતો. 
પશુઓને કતલખાને લઈ જવા હોવાનું અનુમાન
પ્રાથમિક તપાસની દ્રષ્ટિએ તો આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થળ ઉપર ટેમ્પો મૂકી ફરાર થયેલ ટેમ્પા ચાલકને શોધી તેની વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરાશે ત્યારે જ સાચું રહસ્ય બહાર આવશે.
પોલીસે ટેમ્પો ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
આ સમગ્ર ઘટનાની જાણ ડભોઇ પોલીસને કરાતાં ડભોઇ પોલીસે આ ફરાર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.