Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભુજ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભ સમીક્ષા બેઠક મળી

મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.10થી20  જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયુà
ભુજ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભ સમીક્ષા બેઠક મળી
મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.10થી20  જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છમાં કરૂણા અભિયાનને લઇને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છમાં તા.10 થી 20 સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે. જેમાં જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર વિવિધ માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુકત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે તેમજ કાયેદસરની કાર્યવાહી પણ કરાશે.  આ અંગે વિગતો આપતા કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તાલુકા વાઇઝ 17  ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવશે. ભુજમાં ચાર સ્થળે કલેકશન સેન્ટર રહેશે,  જેમાં રામધુન, પશુ દવાખાનું - મુંદરા રોડ, ઇન્દ્રાબાઇ પાર્કની સામે, પશુ દવાખાનું - છઠ્ઠી બારી પાસે , ભચાઉમાં નોર્મલ રેન્જ, ભચાઉ-ગાંધીધામ હાઇવે, ગાંધીધામમાં ઝંડા ચોક, અંજારમાં બે સેન્ટર રહેશે જેમાં નોર્મલ રેન્જ કચેરી , વિસ્તરણ રેન્જ-સવાસર નાકા પાસે,  મુંદરામાં નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલીયા, નખત્રાણામાં નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં નોર્મલ રેન્જ દયાપર, આડેસરમાં નોર્મલ રેન્જ આડેસર, રાપરમાં વિસ્તરણ રેન્જ કચેરી ખાતે ઘાયલ પક્ષીનું કલેકશન કરાશે. આ વર્ષે ધોરડો-સફેદ રણ ખાતે પણ ૧ કલેકશન સેન્ટર શરૂ કરાશે. 
કલેકશન સેન્ટર સાથે જિલ્લામાં ૧૨ સારવાર કેન્દ્ર શરૂ કરાશે. જેમાં ભુજ ખાતે સુપાશ્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું ભુજ તેમજ મુંદરા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, લખપત,માંડવી, નલીયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે. આ કલેકશન સેન્ટર પર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ ૧૪ પશુ ચિકિત્સક અધિકારીઓ તથા ૧૨ બિન સરકારી સંસ્થાઓના ૨૧૫ જેટલા સ્વયંસેવક દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે.  આ અભિયાન અંગે લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા શાળા કક્ષાએ બાળકોને સમજ આપવામાં આવશે. 
આ સાથે જ વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ ઉભો કરાશે. ભુજમાં સંપર્ક નંબર 02832-227657,  02832-230303,02832-296912,લખપતમાં02839-233304,માંડવીમાં02834-223607,અંજારમાં ૦૨૮૩૬-૨૪૨૪૮૭ ,ગાંધીધામમાં ૯૭૨૩૫૪૦૩૨૫ તથા મુંદરામાં 9898334949 રહેશે.      
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.