Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે ચા પણ નકલી, નડિયાદમાંથી નકલી ચાનો જથ્થો ઝડપાયો, 3 સામે ફરિયાદ નોંધાઈ

મોટાભાગના લોકો વહેલી સવારે ચાની ચૂસ્કીથી પોતાના દિવસની શરૂઆત કરે છે પણ નકલ કરવામાં માહેર ગઠિયાઓ હવે નકલી ચા બનાવી માર્કેટમાં વેચી રહ્યાં છે. આવો જ એક કિસ્સો નડીયાદ (Nadiad) મા નકલી બ્રાન્ડની ચા વેચતો વેપારી પોલીસે (Police) ઝડપી પાડ્યો છે. નડિયાદ શહેરના એક વેપારી દસ રૂપિયામાં ચા ના પેકેટ વેચતા હતા, જે ચા નકલી હોવાનું ધ્યાને આવતા કંપનીના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. જેમાં વેપારીએ તે ચા ના પà«
હવે ચા પણ નકલી  નડિયાદમાંથી નકલી ચાનો જથ્થો ઝડપાયો  3 સામે ફરિયાદ નોંધાઈ
મોટાભાગના લોકો વહેલી સવારે ચાની ચૂસ્કીથી પોતાના દિવસની શરૂઆત કરે છે પણ નકલ કરવામાં માહેર ગઠિયાઓ હવે નકલી ચા બનાવી માર્કેટમાં વેચી રહ્યાં છે. આવો જ એક કિસ્સો નડીયાદ (Nadiad) મા નકલી બ્રાન્ડની ચા વેચતો વેપારી પોલીસે (Police) ઝડપી પાડ્યો છે. નડિયાદ શહેરના એક વેપારી દસ રૂપિયામાં ચા ના પેકેટ વેચતા હતા, જે ચા નકલી હોવાનું ધ્યાને આવતા કંપનીના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. જેમાં વેપારીએ તે ચા ના પેકેટ અમદાવાદના વેપારી પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા કંપની દ્વારા અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના વેપારીએ અન્ય એક ઇસમ પાસેથી ચા ખરીદી હોવાનું જણાવતા પોલીસ દ્વારા તેની પણ પૂછપરછ કરાઈ હતી. જોકે સંતોષકારક જવાબ ન મળતાં ત્રણેય વેપારીઓ સામે નડિયાદ ટાઉન પોલીસ (Nadiad Police) મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખરાઈમાં ચા નકલી હોવાનું સામે આવ્યું
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા વાઘ બકરી ચાના વાઇસ પ્રેસીડેન્ટ લીગલ હેતલકુમાર ધીરજલાલ હિંડોચાને નડિયાદના તેમના સેલ્સ મેનેજર નિખિલભાઇ ભટ્ટે ઈમેલ દ્વારા જાણ કરી હતી કે, નડિયાદ ખાતે ગંજ બજારમાં આવેલ જય માતાજી ટ્રેડિંગ નામની દુકાન નંબર 6 માં નકલી વાઘ બકરી ચાના રૂપિયા 10 વાળા પેકેટના બાંધાનુ જથ્થાબંધ વેચાણ કરે છે. જેથી હેતલકુમારે ખાનગી રાહે દુકાનમાંથી એક પેકેટ ખરીદી કરી મોકલી આપવા જણાવ્યું હતું. નિખિલભાઇએ દુકાન નંબર 6 માંથી વાઘ બકરી કંપનીના ચાનું 10 રૂપીયાનુ  પેકેટ ખરીદી કરી મોકલી આપ્યા હતા. જેની ખરાઈ કરાવવામાં આવતા તે નકલી હોવાનું જણાયુ હતું.
ચાનો મુદ્દામાલ કબ્જે લીધો
જેને લઈને  ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ નિખિલભાઇ તેમજ સિનિયર લીગલ મેનેજર રાકેશકુમાર બંસીધર સિંગ સાથે હેતલકુમાર નડિયાદ આવ્યા હતા. ટાઉન પોલીસને સઘળી માહિતી આપ્યા બાદ તેઓ ગંજ બજારની જય માતાજી ટ્રેડિંગ નામની 6 નંબરની દુકાનમાં ગયા હતા. જ્યાં વાઘ બકરી ચા ના રૂપિયા 10 વાળા પેકેટના કુલ 55 બાંધા મળી આવ્યા હતા. એક બાંધામાં કુલ 40 પેકેટ ભરેલા હતા. જેની તપાસ કરતા તે નકલી વાઘ બકરી ચાના પેકેટ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી એક બાંધાની કિંમત રૂપિયા 400 લેખે કુલ 55 બાંધાની કિંમત રૂપિયા 22,000 ની ડુપ્લીકેટ વાઘ બકરી ચાનો માલ કબજે કર્યો હતો. ડુપ્લીકેટ ચા ના પેકેટનું વેચાણ કરતા દુકાનદારને તેનું નામ પૂછતા તેણે પોતાની ઓળખ સંજયભાઈ ઠક્કર  તરીકે આપી હતી.
અમદાવાદથી મંગાવી હતી નકલી ચા
ચા ના પેકેટ બાબતે તેમની પૂછપરછ કરતા તેઓએ આ પેકેટ અમદાવાદ કાલુપુર સીટી સેન્ટરમાં આવેલ દુકાન નંબર F08 ઉત્સવ માર્કેટિંગ નામની કટલરીની દુકાનવાળા પાસેથી મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ આ પેકેટના ખરીદીના બિલ તથા જામનગર ટ્રાન્સપોર્ટની લોરીની રસીદ પણ રજૂ કરી હતી. જેથી કંપનીના અધિકારીઓ અમદાવાદ ઉત્સવ માર્કેટિંગની દુકાનમાં તપાસ કરવા માટે ગયા હતા.
પોલીસ ફરિયાદ નોંધાઈ
જ્યાં દુકાનના માલિક ઉત્સવભાઈની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, રૂપિયા 10 ના પેકેટ તેઓએ નવા નરોડાના વિનોદ શ્યામલાલ સવારામણી (સિંધી)  પાસેથી લીધા હતા અને નડિયાદ ખાતે સંજયભાઈને મોકલી આપ્યા હતા. કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસની મદદથી વિનોદ શ્યામલાલ સવારામણીની પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપતો ન હતો અને અધિકારીઓને તેમજ પોલીસને ગોળ ગોળ જવાબ આપતો હતો.  અંતે આ મામલે હેતલકુમારે નડિયાદ ટાઉન પોલીસ મથકે સંજય ઠક્કર, ઉત્સવભાઈ તેમજ વિનોદ શ્યામલાલ સવારામણી સિંધી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.