Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદવાસીઓને નવું નજરાણું, આગામી 7 ફેબ્રુઆરીએ નવા નરોડા વિસ્તારમાં ખુલ્લુ મુકાશે ફ્લાવર વેલી ગાર્ડન

કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌપ્રથમવાર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા ગાર્ડન તૈયાર કરવા આવ્યુ છે. આગામી 7 ફેબ્રુઆરીથી લોકો માટે આ કોસમોસ વેલી ગાર્ડન ખુલ્લુ મુàª
અમદાવાદવાસીઓને નવું નજરાણું  આગામી 7 ફેબ્રુઆરીએ નવા નરોડા વિસ્તારમાં ખુલ્લુ મુકાશે ફ્લાવર વેલી ગાર્ડન
કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌપ્રથમવાર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા ગાર્ડન તૈયાર કરવા આવ્યુ છે. આગામી 7 ફેબ્રુઆરીથી લોકો માટે આ કોસમોસ વેલી ગાર્ડન ખુલ્લુ મુકાશે. 
ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 10 ટિકિટ રાખવામાં આવી છે... ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ લોકો મેળવી શકશે...ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે...આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે...નાગરિકો માટે સાત ફેબ્રુઆરીથી આ ખુલ્લુ મુકવામાં આવશે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે...
એક જ જાતના અલગ અલગ કલરના ફૂલોના ફ્લાવર વેલી ગાર્ડનની મજા હવે અમદાવાદીઓ માણી શકશે....નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 21046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે... મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓએ આજે આ ફ્લાવર વેલી ગાર્ડનની મુલાકાત લીધી હતી...કોસમોસ છોડ સિઝનલ ફૂલ એક જ પ્રકારના હોય છે...માત્ર કલર અલગ હોય છે... લોકો ફલાવર વેલી આનંદ મેળવી શકે તેના માટે થઈ અને આ સીઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે...
ભારતનું સૌપ્રથમ ફ્લાવર વેલી ગાર્ડન છે. .નાગરિકોને એક જ પ્રકારના આ ફૂલો અહીંયા જોવા મળશે. 40 દિવસ સુધી આ ફૂલ આજ પ્રકારના જોવા મળે છે...એક-એક કલાકના પ્લોટમાં નાગરિકોને મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે...સિઝનલ ફલાવર એવા કોસમોસ નામના છોડનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે....
ખાસ કરીને કાશ્મીરમાં આ વેલી ગાર્ડન જોવા મળતા હોય છે...જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે. ...કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે આ એક પ્રકારનું ફ્લાવરીંગ સીઝનલ પ્લાન્ટ કે  જે ઠંડી માં વધુ ખીલે છે અને 50 થી 60 દિવસ સુધી આ ફૂલનો ફલાવરીંગનો સમયગાળો હોય છે....
ગુલાબી, આછા ગુલાબી અને સફેદ પ્રકારના ફૂલો આ ફ્લાવર વેલી ગાર્ડનમાં જોવા મળશે...લોકો માટે ફ્લાવર ગાર્ડન બાદ ફ્લાવર વેલી પણ આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે..17 નવેમ્બર 2022ના રોજ આ ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું....28 નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સને લાવી વાવવામાં આવ્યા હતા... આ એક પ્રકારનું સિઝનલ ફ્લાવર છે અને શિયાળાના સમયમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ તૈયાર થતો હોય છે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.